scorecardresearch
Premium

અમદાવાદમાં બની ગયા 319 ઓક્સિજન પાર્ક; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો શુભારંભ

Ahmedabad Oxygen Park: બોપલમાં બનેલો આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટરનો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કુલ 75 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

Chief Minister Bhupendra Patel, Oxygen Park, Ahmedabad Oxygen Park,
બોપલમાં બનેલો આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટરનો છે. (તસવીર: Bhupendrapbjp/X)

Ahmedabad Oxygen Park: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે અમદાવાદના બોપલ પહોંચ્યા હતા. અહીં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. બોપલમાં બનેલો આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટરનો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કુલ 75 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

અનેક પ્રકારના ફૂલો વાવ્યા

આ પાર્ટમાં બેસવા માટે આકર્ષક ગાઝેબો અને વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારના ફૂલોના છોડ વાવવામાં આવ્યા છે. જેમાં સફેદ ચંપા, નાળિયેર, જાસ્મીન, મધુકામિની, બોરસલી, બીલપત્ર, ગરમાલો, પિન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમહોર, સાગ, કેસડો, કેસિયા પિંક સહિત અનેક છોડ વાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં કુલ 319 ઓક્સિજન પાર્ક

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 319 ઓક્સિજન પાર્ક/શહેરી જંગલો બનાવવામાં આવ્યા છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્ચિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક અને શહેરી વન તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મનરેગા યોજના અંતર્ગત ગુજરાત સરકારના મંત્રીના વિસ્તારમાં 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર

એ જ રીતે શહેરમાં ઉદ્યાનો અને વર્ટિકલ બગીચાઓની વાત કરીએ તો કુલ 303 બગીચા છે જેમાં મધ્ય ઝોનમાં 20, પૂર્વ ઝોનમાં 28, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 28, ઉત્તર ઝોનમાં 43, દક્ષિણ ઝોનમાં 29 બગીચાઓનો સહિત 303 ઉદ્યાનો છે. દક્ષિણ ક્ષેત્રમાં 31, પશ્ચિમ ક્ષેત્રમાં 81 અને 5 નદી કિનારાના વિસ્તારોમાં કુલ 303 ઉદ્યાનો જોવા મળે છે.

Web Title: 319 oxygen parks built in ahmedabad cm bhupendra patel inaugurated rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×