scorecardresearch
Premium

ધોળકામાં યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ અને ખેડાના દલિત સમુદાયના 31 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો

અમદાવાદ અને ખેડા જિલ્લાના દલિત સમુદાયના 31 લોકોએ રવિવારે અમદાવાદ જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA)ના નેજા હેઠળ યોજાયો હતો.

Dalit community, religious conversion, Buddhism, Hinduism,
આ કાર્યક્રમ ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA)ના નેજા હેઠળ યોજાયો હતો. (પ્રતિકાત્મક તસવીર: Freepik)

અમદાવાદ અને ખેડા જિલ્લાના દલિત સમુદાયના 31 લોકોએ રવિવારે અમદાવાદ જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA)ના નેજા હેઠળ યોજાયો હતો.

જીબીએના સેક્રેટરી રમેશ બેંકરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમદાવાદના ધોળકા શહેરમાં યોજાયો હતો અને સાધુ પ્રજ્ઞા રત્ન થેરો પાસેથી બુદ્ધ ધમ્મ દીક્ષા પ્રાપ્ત કરતી વખતે 31 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

બેન્કરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે ગુજરાત સ્વતંત્રતા ધર્મ અધિનિયમની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું હતું.

બેંકરે કહ્યું, “બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી 31 લોકોએ 22 પ્રતિજ્ઞાઓ પણ લીધી જે 1956માં ડૉ. બાબાસાહેબ આંબેકદાર દ્વારા હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મમાં રૂપાંતરિત થયા પછી લેવામાં આવી હતી”.

અમદાવાદના વિરમગામ તાલુકાના અસલ ગામના રમેશ ચાવડા (49) કે જેમણે તેની પત્ની અને બે પુત્રીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, તેમણે કહ્યું,”હિંદુ ધર્મમાં અસમાનતા અને અસ્પૃશ્યતાને કારણે મેં બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.”

એક કાપડ કામદાર ચાવડાએ કહ્યું, “મેં દલિત સમુદાય પ્રત્યેના ભેદભાવ વિશે ઘણું વાંચ્યું છે”.

અન્ય સહભાગી, અમદાવાદના વૌઠા ગામના રણજીત પરમાર (43), તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

પરમારે કહ્યું, “લોકો સમાનતા વિશે ભલે ગમે તે કહે પરંતુ જ્યારે દલિત વ્યક્તિ લગ્નમાં ઘોડા પર સવારી કરે છે અથવા મૂછ રાખે છે ત્યારે તેઓ વાંધો ઉઠાવે છે. બૌદ્ધ ધર્મ એ ભારતનો ધર્મ છે અને…તેમાં અસમાનતા કે અસ્પૃશ્યતા નથી. અને તેથી મેં બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.” આ પણ વાંચો: મુન્દ્રામાં સૂર્યનગર સોસાયટીમાં આવેલા એક ઘરમાં AC કોમ્પ્રેસરમાં લીકેજ બાદ પ્રચંડ વિસ્ફોટ

Web Title: 31 people from the dalit community of ahmedabad and kheda converted to buddhism rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×