સુરતથી એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. બુધવારે સાંજે શહેરના વરિયાવ વિસ્તારમાં એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરના મેનહોલમાં પડી ગયું હતું. બાળકની શોધખોળ માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (SFES) ના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. પરંતુ 24 કલાકની શોધખોળ બાદ આ બાળક વરિયાવ પંપિંગ સ્ટેશનમાંથી બહાર કાઢ્યું હતું. જે બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પાણીના ભારે પ્રવાહને કારણે બાળક વહી ગયું હતું અને વધુ દૂર પહોંચી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો
ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદ ડ્રેનેઝ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે (6 ફેબ્રુઆરી) ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 16 કલાકથી વધુ સમય થઈ ગયો પણ બાળકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, વતન મોકલવાની કામગીરી શરુ
બાળક તેની માતા સાથે રાધિકા પોઈન્ટ નજીક જઈ રહ્યું હતું ત્યારે તે ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે ભારે વાહન પસાર થવાને કારણે મેનહોલના ઢાંકણને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે એક 2 વર્ષનું બાળક તેમાં પડી ગયું હતું. બાળકને શોધવા માટે લગભગ 100-150 મીટરના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરીમાં અહીં 60-70 કર્મચારીઓ તૈનાત છે. હાલમાં બાળકનો કોઈ પત્તો નથી.
બાળકની શોધ ચાલુ છે
ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે બાળક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. આ જ કારણ છે કે SFES સ્ટાફ દ્વારા બધા મેનહોલની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારની ડ્રેનેજ સિસ્ટમમાં ઝડપી પાણી અને ગટરના પાણીનું મિશ્રણ છે, જે બાળકના જીવન માટે ખતરો છે. બાળકને શક્ય તેટલી વહેલી તકે શોધવા અને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. હાલમાં બાળક વિશે કંઈ જાણવા મળ્યું નથી.