scorecardresearch
Premium

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, બપોરે 2 વાગ્યા સુધીમાં માત્ર 52 તાલુકામાં વરસાદ, તાપી જિલ્લામાં સૌથી વધારે વરસાદ

IMD Weather Forecast Today 24 July 2024 (હવામાન વિભાગની આગાહી): 18 કલાકમાં ગુજરાતના 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે અમદાવાદમાં ભારે વરસાદ તો સાત જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Gujarat Heavy Rain, Gujarat Rain
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું ફૂલબહારમાં ખીલી ઉઠ્યું છે. અત્યારે સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ કરી મુકી છે. જોકે, ઉત્તર ગુજરાત અને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓ હજી પણ સારા વરસાદ માટે તરસી રહ્યા છે. વરસાદના આંકડાની વાત કરીએ તો 18 કલાકમાં ગુજરાતમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે શુક્રવાર સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સાત તાલુકામાં અડધાથી બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (MM)
તાપીઉચ્છલ55
તાપીકુકરમાડું36
તાપીનિઝર25
ડાંગસુબિર24
તાપીસોનગઢ20
મહિસાગરલુણાવાડા16
નર્મદાસાગબારા13

ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે શુક્રવાર સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં સવારે 6થી 10 વચ્ચે 33 તાલુકામાં વરસાદ, તાપીના ઉચ્છલમાં સવા બે ઈંચ વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે શુક્રવાર સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવાનમાં સાત ઇંચ, ડાંગના સુબિરમાં સાડા છ ઈંચ, નવસારીમાં સાડા છ ઇંચ નોંધાયો હતો.

નવસારીના નવસારી અને જલાલપોરમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના 18 કલાકના સમયમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારી જિલ્લાના નવસારી અને જલાલપોર તાલુકામાં નોંધાયો હતો. જે અનુક્રમે સવા પાંચ ઈંચ અને સવા ચાર ઈંચ જેટલો નોંધાયો હતો.

17 તાલુકામાં એકથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના 18 કલાકના સમયમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 17 તાલુકા એવા છે જ્યાં માત્ર એક ઈંચથી ત્રણ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. નિચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(mm)
દાહોદજાલોદ65
વલસાડકપરાડા61
વલસાડધરમપુર61
નવસારીગણદેવી48
વલસાડવલસાડ44
વલસાડવાપી40
દાહોદદાહોદ36
તાપીડોલવન35
દાહોદલિમખેડા34
છોટાઉદેપુરજેતપુર પાવી34
વલસાડપારડી33
નવસારીખેરગામ31
દાહોદસિંઘવડ27
ડાંગસુબિર26
દાહોદફતેપુરા26
અમદાવાદઅમદાવાદ શહેર26
પંચમહાલશેહરા24

30 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના 18 કલાકના સમયમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 30 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ વિસ્તારોમાં માત્ર એક અને બે એમએમ વરસાદ જ નોંધાયો હતો. નીચે આપેલી પીડીએફમાં જોઈ શકો છો ક્યાં કેટલો વરસાદ પડ્યો.

આ પણ વાંચોઃ- કારગિલ વિજય દિવસ: તે શહીદ સપૂત જેણે 22 દિવસ સહન કરી પાકિસ્તાની સેનાની હેવાનિયત, છતા એકપણ રહસ્ય ખોલ્યું ન હતું

રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના 18 કલાકના સમયમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

આજે આ 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતના 7 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડશે. અહીં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

Gujarat Heavy Rain, Gujarat Rain
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Web Title: 109 talukas received rain in gujarat on thursday five and a half inches of rain in navsari heavy rain in ahmedabad today ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×