Year Ender 2023 : અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂરથી લઈને અર્જુન કપૂર-મલાઈકા અરોરા સુધી, આ 7 સ્ટાર્સને ડેટિંગ ન્યૂઝ માટે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. વર્ષ 2023 ઘણી બાબતોમાં ખૂબ જ ખાસ રહ્યું છે. જ્યારે અન્ય કેટલીક સેલિબ્રિટીઓ માટે ખૂબ ખરાબ રહ્યું છે. કેટલાક લોકોએ વર્ષો જૂનો પ્રેમ ગુમાવ્યો છે જ્યારે આ વર્ષે ઘણા લોકોએ છૂટાછેડા પણ લીધા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે લગ્ન કર્યા છે અને બી-ટાઉનમાં ઘણા નવા સંબંધો પણ બન્યા છે.
આ વર્ષે ઘણા સેલેબ્સ તેમના સંબંધોને લઈને સમાચારમાં રહ્યા છે. જેના લિંકઅપના સમાચારે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જેમાં અનન્યા પાંડેથી લઈને મલાઈકા અરોરા સુધીના નામ સામેલ છે. આ સેલેબ્સને ગૂગલ પર પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યા છે. આજે આ લેખમાં અમે તમને વર્ષ 2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા કપલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સારા અલી ખાન-શુભમન ગિલ
ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનના લિન્કઅપના સમાચારે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેમના ડેટિંગના સમાચાર ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યા હતા. જો કે, કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 8માં સારા અલી ખાને આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું કે ‘હું તે સારા નથી જે શુભમનને ડેટ કરી રહી છે. આખી દુનિયા ખોટી સારાની પાછળ છે.
સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલ
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના ડેટિંગના સમાચારે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જો કે સોનાક્ષી સિન્હાને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. તાજેતરમાં, અભિનેત્રીએ ઝહીર ઇકબાલના જન્મદિવસ પર કેટલીક તસવીરો સાથે એક વીડિયો શેર કર્યો હતો. આ સિવાય આ કપલ અલગ-અલગ પ્રસંગે જોવા મળ્યું છે. વર્ષ 2023માં તેમની ડેટિંગના સમાચાર ચર્ચામાં હતા.
સિદ્ધાંત ચતુર્વેદી-નવ્યા નવેલી નંદા
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા અને બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનું નામ પણ એકસાથે જોડવામાં આવ્યું છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. કરણ જોહરની બર્થડે પાર્ટીમાં બંનેનો એક ડાન્સ વીડિયો પણ વાયરલ થયો હતો.
અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર
આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનું નામ પણ સામેલ છે. બંને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. આ સિવાય અનન્યા પાંડેએ કોફી વિથ કરણમાં પણ હિંટ આપી હતી.
શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્ય
આ વર્ષે અભિનેત્રી શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના નામ પણ ચર્ચામાં હતા. રિપોર્ટ્સ અનુસાર, બંને કથિત રીતે એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : Vidyut Jamwal : વિદ્યુત જામવાલની ન્યૂડ તસવીરો જોઇને યૂઝર્સે કહ્યું, રણવીર સિંહની…
વિજય વર્મા અને તમન્ના ભાટિયા
‘લસ્ટ સ્ટોરી’થી તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચેના સંબંધોની ઘણી ચર્ચા થઈ હતી. જો કે, બંનેએ તેમના સંબંધોને સત્તાવાર કરી દીધા છે અને હવે એવા અહેવાલો છે કે કપલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યું છે.