Year Ender 2023 : હિંદી ફિલ્મોમાં જબરદસ્ત રોમાંસથી લઇને એક્શનનો તડકો જોવા મળે છે. ફિલ્મ ઇમોશનલ પંચલાઇન, દમદાર ગીત અને સંવાદ વગર અધૂરી છે. તેમજ તેના વગર મજા પણ ફિક્કી છે. વર્ષ 2023માં ઘણી એવી દમદાર બોલિવૂડ મુવી રિલીઝ થઇ હતી, જેમાં બહુ સારા ડાયલોગ્સ સાંભળવા મળ્યા હતા. જે પૈકી અમુક તો લોકોના મુખે રમતા થઇ ગયા હતા. ચલો જાણો આ અહેવાલમાં વર્ષ 2023ના અત્યાર સુધીના ઉત્તમ ડાયલોગ્સ વિશે.
પઠાણ
જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી ‘પઠાણ’થી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ચાર વર્ષ પછી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં કિંગ ખાનનો જબરદસ્ત સ્વેગ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મનો એક ડાયલોગ્સ લોકોના મગજમાં કાયમ માટે યાદ રહી ગયો છે.
પઠાણ ફેમસ ડાયલોગ (Pathaan Famous Dialogue)
“પાર્ટી પઠાણ કે ઘર પર રખોગે તો મેહમાન નવાઝી માટે પઠાણ તો આયેગા હી ઔર પટાકા પણ લાયેગા.”
તૂ જૂઠી મેં મક્કાર
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ થોડા સમય પહેલા જ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી. ત્યારે આ ફિલ્મના એક ડાયલોગે લોકોનું દીલ જીતી લીધું હતું.
તૂ જૂઠી મેં મક્કાર ફેમસ ડાયલોગ (Tu jhoothi main makkar Famous Dialogue)
“આજકલ રિશ્તે મેં ઘુસના આસાન હૈ પરંતુ ઇસસે નિકલના મુશ્કિલ…રિશ્તા જોડના આસાન હૈ તો તોડના મુશ્કિલ”
ગદર 2
સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ થકી તેઓ ફરી એકવાર મોટા પડદા પર ચમકી ગયા હતા. આ ફિલ્મમાં એક્ટરની દમદાર એક્ટિંગ સિવાય તેના ડાયલોગે પણ લોકોનું દીલ જીતી લીધું હતું.
ગદર 2 (Gadar 2 Famous Dialogue)
“કિસસે આઝાદી દિલાઓગે તુમ…અગર યહાં કે લોગો કો દોબારા મૌકા મિલે ન હિંદુસ્તાનમાં બસને કા તો આધે સે જ્યાદા પાકિસ્તાન ખાલી હો જાયેગા. કટોરા લેકર ભી ભીખ માંગેગા તો ભીખ નહીં મિલેગી.”
સિર્ફ એક બંદા કાફી હૈ
મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’એ ઓટીટી પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મના સંવાદોએ કમાલ કરી દીધો હતો. મનોજ બાજપેયીના સંવાદ સ્પષ્ટ કર્યું કે સંતના વેશમાં હર રાક્ષસને દંડિત કરવાની જરૂર છે.
સિર્ફ એક બંદા કાફી હૈ ફેમસ ડાયલોગ (Sirf Ek Banda Kafi Hai Famous Dialogue)
“મેં રાવણ કો માફ કર દેતા, અગર ઉસને રાવણ બન કે સીતા કા અપહરણ કિયા હોતા લેકિન ઉસને સાઘુ કા ભેષ ધારણ કિયા થા, જિસકા પ્રભાવ પૂરે સંસાર કા સાધુત્વ અને સનાતન પર સદિયો તક રહેગા. જિસકી કોઇ માફી નહીં હૈ.”
ભોલા
અજય દેવગણની ફિલ્મ ભોલાને પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મના ડાયલોગ્સે પણ લોકો પર પોતાનો પ્રભાવ પાડ્યો હતો. ભોલામાં અજય દેવગણનો એક ડાયલોગ્સ લોકમુખે ચડી ગયો હતો.
(Bhola Famous Dialogue)
લડાઇયાં હૌસલોથી જીતી જાતી હૈ…સંખ્યા, બાલ અને હથિયારોં સે નહીં!
ટાઇગર 3
દિવાળી 2023ના ખાસ અવસર પર રિલીઝ થયેલી સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઇગર 3ને પણ લોકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં લોકોએ સલમાન ખાન સહિત તેના એક્શનના ખુબ વખાણ કર્યા હતા. સાથે જ ફિલ્મના ડાયલોગ્સના પણ ચર્ચાઓ થઇ હતી.
ટાઇગર 3 ફેમસ ડાયલોગ (Tiger 3 Famous Dialogue)
“જબ તક ટાઇગર મરા નહીં…તબ તક ટાઇગર હારા નહીં”