scorecardresearch
Premium

કોણ છે Jessica Hines? ફૈઝલ ખાને આમિર ખાન પર લગાવ્યો છે એકસ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ

Who Is Jessica Hines : ફૈઝલ ખાને દાવો કર્યો હતો કે આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા ત્યારે તે જેસિકા હાઇન્સને ડેટ કરી રહ્યો હતો. બંને રિલેશનશિપમાં હતા. ફૈઝલ ખાનના દાવા મુજબ જેસિકા અને આમિર ખાનનો દીકરો જોન છે

Jessica Hines ,Aamir Khan
ફૈઝલ ખાને આમિર ખાન પર ગંભીર આરોપ લગાવ્યા બાદ જેસિકા હિન્સનું નામ ચર્ચામાં આવ્યું છે

Who Is Jessica Hines: હિન્દી ફિલ્મ ‘મેલા’ ફેમ એક્ટર ફૈઝલ ખાને ભાઈ આમિર ખાન અને પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તાજેતરમાં તેણે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેણે પરિવાર અને આમિર માટે લખેલા એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે પરિવારના સભ્યો તેના પર તેની માસી સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. આ વાતથી નારાજ થઈને તેણે પોતાના પત્રમાં આમિરના એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો દાવો કર્યો હતો. તેના તમામ દાવાઓએ બી-ટાઉનમાં ખળભળાટ મચાવી દીધો હતો.

ફૈઝલ ખાને તેના પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા ત્યારે તે જેસિકા હાઇન્સને ડેટ કરી રહ્યો હતો. બંને રિલેશનશિપમાં હતા. એટલું જ નહીં, તેમણે એવો દાવો પણ કર્યો હતો કે બંનેને એક બાળક છે. આવી સ્થિતિમાં ચાલો જણાવીએ કે આ જેસિકા કોણ છે.

ફૈઝલ ખાને આમિર પર ગંભીર આરોપ લગાવ્યા બાદ જેસિકા હિન્સનું નામ ચર્ચામાં આવ્યું હતું. દરેક જણ તેના વિશે જાણવા માટે આતુર છે તે તે કોણ છે, જેના વિશે આમિરના ભાઈએ આટલો મોટો દાવો કર્યો હતો. તે બીજું કોઈ નહીં પણ વિદેશી લેખિકા છે. તેઓ બ્રિટિશ અભિનેત્રી, લેખક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેણે પોતાની કારકિર્દીમાં ‘ધ રોયલ ફેમિલી’, ‘ટ્વેન્ટી ટ્વેલ્વ’ અને ‘ધેર સી ગોઝ’ જેવા ઘણા થ્રિલર શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. એટલું જ નહીં તેમણે અનેક પુસ્તકો અને નવલકથાઓ પણ લખી છે.

આમિર અને જેસિકા પહેલીવાર ક્યારે મળ્યા હતા?

જેસિકા બ્રિટિશ પત્રકાર પણ છે. કહેવાય છે કે તે 1998માં અમિતાભ બચ્ચન પર પુસ્તક લખવા માટે ભારત આવી હતી. આ દરમિયાન જ તેની મુલાકાત આમિર ખાન સાથે થઈ હતી. તે સમયે આમિર ફિલ્મ ‘ગુલામ’નું શૂટિંગ કરી રહ્યો હતો. વર્ષ 2007માં જેસિકાનું પ્રખ્યાત પુસ્તક ‘લુકિંગ ફોર ધ બિગ બી’ લોન્ચ થયું હતું. આ પુસ્તકને કારણે તે ભારતમાં જ રહી અને આ દરમિયાન આમિરની સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ તેનું સારું બોન્ડિંગ હતું. જો કે 2007માં તેણે લંડનના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ તે ભારતીય સ્ટાર્સથી દૂર થઇ ગઇ હતી.

આ પણ વાંચો – ધ બંગાળ ફાઇલ્સ નું ટ્રેલર રિલીઝ, રમખાણો, હિંસા, હૃદયદ્રાવક દ્રશ્યો દેખાયા

જેસિકાને એક પુત્ર છે જોન

જેસિકાને એક પુત્ર પણ છે, જેનું નામ જોન છે. ફૈઝલ ખાનના દાવા મુજબ જોન જેસિકા અને આમિર ખાનનો દીકરો છે. મેલા’ ફેમ અભિનેતાએ દાવો કર્યો હતો કે જ્યારે રિના દત્તા સાથે તલાક થયા ત્યારે આમિરના પુરી રીતે જેસિકા સાથે સંબંધમાં હતો. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે માત્ર જેસિકા જ નહીં પરંતુ તે સમય દરમિયાન કિરણ રાવ સાથે પણ રિલેશનશિપમાં હતો. તેણે મિસ્ટર પરફેક્શનિસ્ટ સામે ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તમામ આરોપો પર આમિર તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

Web Title: Who is jessica hines aamir khan alleged ex girlfriend faisal khan claimed about their relationship ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×