Virat-Anushka Akaay 2nd Baby : ભારતીય ક્રિકેટ અને ઝડપી બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા બીજી વખત માતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કાએ મંગળવારે એક પોસ્ટમાં પોતાના બીજા બાળકના જન્મની જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં જણાવ્યું છે કે, તેના ઘરે એક નવો મહેમાન આવ્યો છે, એક બાળક છોકરો, જેનું નામ તેણે અકાય રાખ્યું છે. નામ થોડું અનોખું લાગે છે.
સવાલ એ થાય છે કે, આ અનોખા અકાય નામમાં એવું શું ખાસ છે, જેના કારણે કપલે તેમના બીજા બાળક માટે આ નામ પસંદ કર્યું છે. ચાલો જાણીએ વિરાટ અને અનુષ્કાએ આ નામ ક્યાંથી અને કેવી રીતે પસંદ કર્યું. ચાલો જાણીએ અકાય નામનો અર્થ શું છે અને આ નામ સાથે જોડાયેલી તમામ બાબતો.
અકાય (Akaay0 નામનો અર્થ શું છે?
અકાય નામ મુખ્યત્વે ટર્કિશ મૂળનું છે, જેનો અર્થ ચમકતો ચંદ્ર થાય છે. અનુષ્કા અને વિરાટનો આ પુત્ર છે, તેથી નામ પણ ખાસ હોવું જરૂરી હતું. વિરાટ કોહલી પોતે એક ચમકતો સિતારો છે, તેથી સ્વાભાવિક છે કે, તેના બાળકનું નામ પણ તેની જેમ જ પ્રતિભાશાળી હોવું જોઈએ.
અકાય નામ ઘણી ભાષાઓમાં પણ વપરાય છે. ફિલિપિન ભાષામાં, આ શબ્દનો અર્થ ‘માર્ગદર્શન’ થાય છે. ‘અકાયા’ શબ્દનો પણ ફિલસૂફીની દ્રષ્ટિએ અર્થ છે. જો આપણે આ નામને ભારતીય દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ શબ્દનો અર્થ એવો થાય છે કે, જેનો આત્મા શુદ્ધ છે પરંતુ શરીર નથી. જો કે, વિરાટ અને અનુષ્કાએ તેમના નાનકાનું નામ રાખતી વખતે શું ખાસ હેતુ અને અર્થ ધ્યાનમાં રાખ્યો છે તે ફક્ત દંપતી જ કહી શકે છે.
આ પણ વાંચો – Anushka Sharma Baby: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દીકરાનો જન્મ, અનુષ્કાએ કરી આવી પોસ્ટ શેર
વિરાટ અને અનુષ્કાનો પરિવાર
તમને જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કા શર્માના લગ્ન 2017 માં થયા હતા. તેમનું પ્રથમ સંતાન વામિકા નામની બાળકી છે. અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બીજી વખત માતા-પિતા બનવાની માહિતી આપી છે. અનુષ્કાએ તેના બીજા બાળકનું નામ અકાય રાખ્યું છે, જેનો અર્થ લોકો સતત નેટ પર સર્ચ કરી રહ્યા છે.