scorecardresearch
Premium

Phir Ai Hasin Dilruba : ફિર આયી હસીન દિલરૂબા સ્પેશિયલ સ્ક્રિનિંગ। ભાઈ સન્ની કૌશલની મુવી જોઈ વિકી કૌશલએ શું કહ્યું?

Phir Ai Hasin Dilruba : ફિર આયી હસીન દિલરૂબાના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં, તાપસી પન્નુ, વિક્રાંત મેસી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી, દિયા મિર્ઝા, જીમી શેરગિલ, સોનમ બાજવા, અભિનેતા દંપતી સરગુન મહેતા અને રવિ દુબે, શરદ કેલકર, સુમોન ચક્રવાર અને અન્ય જેવા સેલેબ્સ પહોંચ્યા હતા.

Phir Ai Hasin Dilruba Special Screening
ફિર આયી હસીન દિલરૂબા સ્પેશિયલ સ્ક્રિનિંગ। ભાઈ સન્ની કૌશલની મુવી જોઈ વિકી કૌશલએ શું કહ્યું?

Phir Ai Hasin Dilruba : તાપસી પન્નુ (Taapsee Pannu) અને વિક્રાંત મેસી (Vikrant Massey) 2021 ની ફિલ્મ હસીન દિલરૂબાની સિક્વલમાં ફરીથી સાથે દેખાશે. જયપ્રદ દેસાઈ દ્વારા દિગ્દર્શિત, ફિર આયી હસીન દિલરૂબા (Phir Ai Hasin Dilruba) નેટફ્લિક્સ (Netflix) પર 9 ઓગસ્ટ, 2024 ના રોજ પ્રીમિયર થશે. પરંતુ રોમેન્ટિક થ્રિલર દર્શકો જોઈ શકે અને તેની રીવ્યુ કરી શકે તે પહેલાં મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Phir Ai Hasin Dilruba
ફિર આયી હસીન દિલરૂબા સ્પેશિયલ સ્ક્રિનિંગ। ભાઈ સન્ની કૌશલની મુવી જોઈ વિકી કૌશલએ શું કહ્યું?

સ્ટાર-સ્ટડેડ ઈવેન્ટમાં વિકી કૌશલ (Vicky Kaushal) નો નાનો ભાઈ સની કૌશલ પણ આ ફિલ્મમાં અભિમન્યુની ભૂમિકા ભજવે છે, ત્યારે ભાઈ વિકી પણ આ ફિલ્મ સ્ક્રીનિંગની સ્પેશિયલ ઇવેન્ટમાં ફિલ્મ જોયા પછી તરત જ અભિનેતા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી પર અને ફિર આયી હસીન દિલરૂબામાં સનીના અભિનયના વખાણ કર્યા હતા.

સન્નીની પ્રશંસા કરતા વિકી લખે છે, ‘@sunsunnykhez ની આવા ટ્વિસ્ટેડ પાત્ર ભજવાની ક્ષમતાથી મને ખરેખર આશ્ચર્યચકિત કરી દીધો છે. હું જાણું છું કે આ ફિલ્મ માટે તું કેટલો ઉત્સાહિત હતો, ગર્વ! આગળ વધો ભાઈ!”

આ પણ વાંચો: Mahesh Babu Birthday: મહેશ બાબુ બર્થડે, 3 વર્ષ મોટી અભિનેત્રી પર આવ્યું દિલ, જાણો પ્રિન્સ ઓફ ટોલીવુડ પાસે કેટલી સંપત્તિ છે

ફિર આયી હસીન દિલરૂબાના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં, તાપસી પન્નુ, વિક્રાંત મેસી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી, દિયા મિર્ઝા, જીમી શેરગિલ, સોનમ બાજવા, અભિનેતા દંપતી સરગુન મહેતા અને રવિ દુબે, શરદ કેલકર, સુમોન ચક્રવાર અને અન્ય જેવા સેલેબ્સ પહોંચ્યા હતા. સની અને વિકીના માતા-પિતા, પિતા શામ કૌશલ અને મમ્મી વીણા કૌશલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહીં જુઓ મુવી ટ્રેલર

ફિર આયી હસીન દિલરૂબા મુવી ટ્રેલર (Phir Ai Hasin Dilruba Movie Trailer)

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, તાપસી પન્નુએ શેર કર્યું કે હસીન દિલરુબા 2021 ના ​​બદલે 2020 માં આવવાની હતી, તે જ વર્ષે તેની ફિલ્મ થપ્પડ પણ આવી હતી. પરંતુ તે COVID-19 પેંડેમીકને કારણે શક્ય ન બન્યું. તે યાદ કરે છે ‘જ્યારે હસીન દિલરૂબા 2021 માં રીલિઝ થઈ, ત્યારે મેં વર્ષમાં બે ફિલ્મોનું આયોજન કર્યું હતું, પરંતુ એવું બન્યું કે મારી પાસે ફક્ત એક જ હશે (2020 માં), અને પછી બધું જ ઢગલાબંધ થઈ ગયું’

આ પણ વાંચો: Hansika Motwani Birthday: હંસિકા મોટવાણી જન્મદિન, હોર્મોન્સ ઇન્જેક્શન થી લઇ મિત્રનો પતિ ઝુંટવી લેવાનો આરોપ, જાણો હાલ શું કરે છે

તેમ છતાં, તેની બે ફિલ્મો ફિર આયી હસીન દિલરૂબા અને ખેલ ખેલ મેં આ મહિને બેક-ટુ-બેક રિલીઝ થઈ રહી છે. તાપસીની એક મુવી OTT પર અને બીજી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેમાં ખેલ ખેલ મેમાં અક્ષય કુમાર, એમી વિર્ક, વાણી કપૂર, ફરદીન ખાન, આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ પણ છે. તે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે.

Web Title: Vicky kaushal review on phir aayi hasseen dillruba screening event sunny kaushal taapsee pannu vikrant massey sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×