scorecardresearch
Premium

વેલેન્ટાઈન ડે રહેશે મનોરંજક, મજેદાર મુવીઝ અને વેબ સિરીઝ થશે રિલીઝ

વેલેન્ટાઈન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે છે, આ દિવસે જો તમે બહાર જવાનો પ્લાન નથી કરી રહ્યા અને ઘરેજ મનાવા માંગો છો તો ઓટીટી પર રિલીઝ થતી આ મુવી અને વેબ સિરીઝ તમે તમારા પાર્ટનર સાથે ઘરે બેઠા જોઈ શકો છો

Valentine Day OTT Release
વેલેન્ટાઈન ડે રહેશે મનોરંજક, મજેદાર મુવીઝ અને વેબ સિરીઝ થશે રિલીઝ

વેલેન્ટાઇન વીક (Valentine Week) શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ અઠવાડિયે તમારા પાર્ટનર સાથે મૂવી ડેટનું આયોજન કરી રહ્યા છો, તો આજે અમે તમને 14 ફેબ્રુઆરીએ ઓટીટી (OTT) પર આવનારી ફિલ્મોના નામ જણાવીશું, જેમાં તમને એક્શન, કોમેડી અને રોમાંસનો ફૂલ ડોઝ જોવા મળશે. આ લિસ્ટમાં યામી ગૌતમની ફિલ્મ ‘ધૂમ ધામ’ (Dhoom Dhaam) થી લઈને એક્શન-થ્રિલર ફિલ્મ ‘માર્કો’નો સમાવેશ થાય છે.અહીં તમને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે પર રિલીઝ થતી વેબ સિરીઝ અને મુવીઝ ની લિસ્ટ આપી છે,

ધૂમધામ (Dhoom Dhaam)

યામી ગૌતમ અને પ્રતીક ગાંધીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધૂમ ધામ’ એક રોમેન્ટિક કોમેડિયન ફિલ્મ છે, જે 14 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મની વાર્તા એક નવપરિણીત યુગલની પહેલી રાતની આસપાસ ફરે છે, જેમાં તમને ઘણો પ્રેમ અને એક્શન જોવા મળશે.

આ પણ વાંચો: Hunter 2 Teaser | હન્ટર 2 ધમાકેદાર ટીઝર રિલીઝ, સુનિલ શેટ્ટી ની દમદાર એકશન જોવા મળી

પ્યાર ટેસ્ટિંગ (Pyaar Testing)

૧૪ ફેબ્રુઆરીએ Zee5 પર આવી રહેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પ્યાર ટેસ્ટિંગ’ એક ગોઠવાયેલા લગ્ન કપલની આસપાસ ફરે છે, જેમાં ઈમોશનલ રોમાંસનું ઉત્તમ મિશ્રણ છે.

માર્કો (Marco)

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી, ઉન્ની મુકુંદનની હાઇ-ઓક્ટેન એક્શન ફિલ્મ ‘માર્કો’ 14 ફેબ્રુઆરીએ સોનીલીવ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં તમને ઘણી બધી લડાઈ અને એક્શન જોવા મળશે.

કાધલિક્કા નેરામિલ્લાઈ (Kadhalikka Neramillai)

કધિલિકા નેરામિલ્લઈ 11 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં રવિ મોહન અને નિત્યા મેનન મુખ્ય ભૂમિકામાં છે.

Web Title: Valentine day ott release movie web series sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×