scorecardresearch
Premium

UAE Golden Visa : ગોલ્ડન વિઝા મેળવ્યા બાદ ક્રિતી સેનનને કહ્યું – મારા માટે સન્માનની વાત છે; જાણો યુએઇ ગોલ્ડન વિઝાના ફાયદા

Kriti Sanon Gets Golden Visa From UAE:: ગોલ્ડન વિઝા મેળવનાર બોલીવુડ સ્ટાર્સની યાદીમાં હવે ક્રિતી સેનનનું નામ પણ જોડાયું છે. જાણો અત્યાર સુધી ક્યા – ક્યા બોલીવુડ એક્ટરને યુએઇના ગોલ્ડન વીઝા મળ્યા છે અને તેના ફાયદા શું છે.

Kriti Sanon | Kriti Sanon Golden Visa UAE | UAE Golden Visa | teri baaton mein aisa uljha jiya | kriti sanon upcoming movie | kriti sanon shahid kapoor movie | Kriti Sanon latest photo | Kriti Sanon movie | Kriti Sanon song
Kriti Sanon : ક્રિતી સેનન બોલીવુડ એક્ટ્રેસ છે. (Photo – @kritisanon)

Kriti Sanon Gets Golden Visa From UAE: ગોલ્ડન વીઝા મેળવનાર બોલીવુડ સ્ટાર્સમાં વધુ એક બોલીવુડ અભિનેત્રીનું નામ જોડાયું છે ક્રિતી સેનન બોલીવુડની ફેમસ એક્ટ્રેસ છે. હાલ તે તેની અપકમિંગ મૂવી અને અન્ય એક ખાસ વાતને લઇ ચર્ચામાં છે. જેમાં બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન આગામી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ માટે ચર્ચામાં છે. આ મૂવીથી તે પહેલીવાર શાહિદ કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

આ ફિલ્મ વેલેન્ટાઈન ડે 2024ના અવસર પર રિલીઝ થશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. આવી સ્થિતિમાં હવે દરેક લોકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રીને વધુ એક ગુડ ન્યૂઝ મળ્યા છે. કૃતિ સેનને UAE સરકાર દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે.

ક્રિતી સેનનને ECH ડિજિટલ સીઇઓ ઇકબાલ માર્કોની થી યુએઇના ગોલ્ડ વિઝા આપવામાં આવ્યા છે. આ મેળવ્યા બાદ બોલીવુડ એક્ટ્રેસની ખુશીની કોઈ સીમા નથી રહી. તેણે UAE સરકારનો પણ આભાર માન્યો. તેણે કહ્યું કે આ વિઝા મેળવવો તેના માટે સન્માનની વાત છે. તે કહે છે કે તેના દિલમાં દુબઈનું ખાસ સ્થાન છે. તે અહીંની સુંદર સંસ્કૃતિનો હિસ્સો બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ બોલીવુડ સ્ટાર્સને પણ મળ્યા ગોલ્ડન વિઝા

તમને જણાવી દઈએ કે ક્રિતી સેનન આ એવોર્ડ મેળવનારી પહેલી અભિનેત્રી નથી. તેની પહેલા ઘણા એવા બોલીવુડ સ્ટાર્સ છે જેમને ગોલ્ડન વિઝા મળ્યા છે. આ યાદીમાં શાહરૂખ ખાન, સંજય દત્ત, સાનિયા મિર્ઝા, બોની કપૂર, વરુણ ધવન, મૌની રોય, ઉર્વશી રૌતેલા, સુનીલ શેટ્ટી, નેહા કક્કર, રણવીર સિંહ, કમલ હસન, મોહનલાલ, દુલકર સલમાન, ફરાહ ખાન, સોનુ સૂદ અને અમલા પોલનો યુએઇ ગોલ્ડ વિઝા આપવામાં આવ્યા છે.

Teri Baaton Mein aisa Uljha Jiya Movie | Teri Baaton Mein aisa Uljha Jiya Trailer | Teri Baaton Mein aisa Uljha Jiya Release Date | Shaid kapoor | Kriti Sanon
શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું

આ પણ વાંચો | કોફી વિથ કરણમાં મહેમાનોને શું ગીફ્ટ મળે છે? કરણ જોહરે રહસ્ય ખોલ્યું

ગોલ્ડન વિઝા થી શું ફાયદો થાય?

ગોલ્ડન વિઝાની શરૂઆત યુએઈ દ્વારા વર્ષ 2019માં કરવામાં આવી હતી. તેના ઘણા ફાયદા છે, જે વ્યક્તિ પાસે આ ગોલ્ડન વિઝા છે તે ત્યાં લાંબો સમય રહી શકે છે અથવા જો તે સ્થાયી થવા માંગતો હોય તો તેને ત્યાં સ્થાયી થવાની પરવાનગી મળી જાય છે. UAE દ્વારા તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે તેની શરૂઆત કરવામાં આવી છે.

Web Title: Uae golden visa kriti sanon teri baaton mein aisa uljha jiya shahid kapoor release as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×