Top 5 Web Series 2023 : વર્ષ 2023માં બોલિવૂડની ફિલ્મો સહિત ઘણી એવી વેબ સીરિઝ પણ આવી જેણે લોકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું. જે પૈકી કેટલીક વેબ સીરિઝ એવી હતી જેણે લોકોમાં ભાવનાઓ પણ જગાડી હતી. વર્ષ 2023માં ઘણી ક્રાઇમ થ્રિલર વેબ સીરિઝે પોતાની છાપ છોડી છે. જેને એકવાર જોવી જ જોઇએ. આવો જાણીએ ટોપ 5 ક્રાઇમ થ્રીલર વેબ સીરિઝ વિશે, જે તમારે ચોક્કસ એકવાર જોવી જ જોઇએ. તમે આ ટોપ 5 વેબ સીરિઝ ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો એ પણ જાણો અહીં.
કોહરા
કોહરા મૂળ પંજાબી વેબ સીરિઝ છે, પરંતુ તે હિન્દી અને અન્ય ભાષાઓમાં પણ રિલીઝ છે. આ વેબ સીરિઝની કહાની ગુમ થયેલા NRI વરની શોધ અને ત્યારબાદ તેની તપાસ પર આધારિત ક્રાઇમ થ્રિલર છે. રણદીપ ઝાના નિર્દેશન હેઠળ બનેલી આ સીરિઝમાં બરુન સોબતી, હરલીન સેઠી, સુનિન્દર વિકી અને મનીષ ચૌધરી જોવા મળે છે. આ વેબ સીરિઝ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.
અસૂર
જિયો સિનેમાની સીરિઝ અસૂર ‘વેલકમ ટુ યોર કાર્ડ સાઇડ’ વર્ષ 2020માં સ્ટ્રીમ કરવામાં આવી હતી. જ્યારે અસુર 2 તેની સિક્વલ છે. આ એક મનોવૈજ્ઞાનિક ક્રાઇમ થ્રીલર છે. અરશદ વારસી, બરુણ સોબતી, અનુપ્રિયા ગોયન્કા અને રિદ્ધી ડોગરાની ટીમ સીરિયલ કિલર શુભને પકડવા માટે સખત પ્રયાસ કરતી જોવા મળે છે. તમારે ફોરેન્સિક નિષ્ણાતો અને સીબીઆઇ અધિકારીઓની આ સીરિઝ જોવી જ જોઇએ.
દહાડ
દહાડ બોલિવૂડ અભિનેત્રી સોનાત્રી સિન્હાએ રીમા કાગતી અને ઝોયા અખ્તરની દમદાર વેબ સીરિઝ દહાડથી OTT દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. આ સીરિઝમાં તેની સાથે ગુલશન દેવૈયા, વિજય વર્મા અને સોહમ શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સીરિઝની વાર્તા રાજસ્થાનની માંડવાની છે. જ્યાં 27 મહિલાઓ પર સતત બળાત્કાર અને હત્યા કરવામાં આવી છે. સબ ઇન્સ્પેક્ટર અંજલી ભાટી આ અંગે તપાસ કરી રહ્યા છે. હત્યારાને શોધવાની સાથે આ સીરિઝ જાતિ પ્રથા પર પ્રહાર કરે છે. આ અદ્ભૂત વેબ સીરિઝ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે.
સ્કૂપ
વેબ સીરિઝ સ્કૂપ પત્રકાર જિગ્ના વોરાના વાસ્તવિક જીવનની કહાની પર આધારિત છે. આ સીરિઝમાં કરિશ્મા તન્ના, ઝીશાન અયુબ અને હરમન બાવેજા લીડ રોલમાં જોવા મળશે. આ સીરિઝ જીગ્ના વોરાના જેલના દિવસો પરના પુસ્તક બિહાઇન્ડ બાર્સ ઇન ભાયલખા: માય ડેઝ ઇન પ્રિઝન પર આધારિત છે.
તમને જણાવી દઇએ કે જિગ્ના વોરાની 2011માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જીજ્ઞા વોરાએ તાજેતરમાં જ બિગ બોસ 17માં સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. આ શાનદાર વેબ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તમે જોઇ શકો છો.
ફર્ઝી
વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ વેબ સીરિઝની યાદીમાં રાજ એન્ડ ડીકેની ફર્ઝી ટોપ પર છે. શાહિદ કપૂર, વિજય સેતુપતિ, કેકે મેનન અને રાશિ ખન્નાની આ શ્રેણી બ્લેક કોમેડી ક્રાઇમ થ્રીલર છે. જેની કહાની એક કલાકરા સાથે જોડાયેલી છે, જે પૈસા કમાવવા માટે નકલી નોટો છાપવાનું શરૂ કરે તેની વાર્તા એક કલાકાર સાથે જોડાયેલી છે.