scorecardresearch
Premium

અક્ષય કુમાર પત્નીથી ડરી ગયો ! ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ પોસ્ટર પર આવી આપી પ્રતિક્રિયા

ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ | કપિલ શર્માનો શો ધ ગ્રેટ ઈન્ડિયા કપિલ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે. પરંતુ હવે તેના શો સાથે સ્પર્ધા કરવા માટે બોલિવૂડની બે જાણીતી એકટ્રેસ કાજોલ અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે આવી રહી છે.

ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ
Too Much with Kajol and Twinkle talk show announcement askhay kumar scary recations

Too Much With Kajol And Twinkle Talk Show | ધ ગ્રેટ ઈન્ડિયા કપિલ શો (The Great India Kapil Show) ઓટીટી (OTT) પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દર શનિવારે આવે છે. દેશ અને દુનિયાના ઘણા સ્ટાર્સ તેમના શોમાં આવે છે જેઓ કપિલ શર્મા અને તેમની ટીમ સાથે ખૂબ મસ્તી કરે છે. આ શોમાં કપિલ શર્મા સ્ટાર્સને તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલા કોમેડી પ્રશ્નો પણ પૂછે છે. કોમેડી શો હોવાથી દર્શકોને પણ જોવાની મજા પડે છે.

કપિલ શર્માનો શો ધ ગ્રેટ ઈન્ડિયા કપિલ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે. પરંતુ હવે તેના શો સાથે સ્પર્ધા કરવા માટે બોલિવૂડની બે જાણીતી એકટ્રેસ કાજોલ અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે આવી રહી છે.

ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ પોસ્ટર

કપિલના શો ને ટક્કર મારવા કાજોલ અને ટ્વિંકલ ખન્નાના નવા ચેટ શો ‘ટૂ મચ’ આવી રહ્યો છે. આ શો વિશે જાણ્યા બાદ અક્ષય કુમાર પણ ડરી ગયો છે. તેના આગામી ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ ના પોસ્ટરમાં તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને અભિનેત્રી કાજોલને સાથે જોઈને અક્ષય કુમાર ડરી ગયા છે. એક્ટર કહે છે તે શો દરમિયાન થનારી હંગામાની કલ્પના પણ કરી શકતા નથી.

અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં લખ્યું, “પોસ્ટર પર તમને બંનેને સાથે જોઈને મને ડર લાગે છે, વાસ્તવિક શોમાં કેટલો હંગામો હશે તેની હું કલ્પના પણ કરી શકતો નથી.” પોસ્ટરમાં, ટ્વિંકલ અને કાજોલ પડદા પાછળથી આશ્ચર્યચકિત અભિવ્યક્તિઓ સાથે જોવા મળે છે. ચેટ શો દરમિયાન બંને બોલિવૂડના પ્રખ્યાત લોકો સાથે ખુલીને વાત કરતા જોવા મળશે.

પ્રાઇમ વિડીયો ઇન્ડિયાના ઓરિજિનલ્સના ડિરેક્ટર અને હેડ નિખિલ મધોકે પોતાનો ઉત્સાહ શેર કરતા કહ્યું, “અમને કાજોલ અને ટ્વિંકલ સાથે ‘ટૂ મચ’ની જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે. આ પહેલો ટોક શો છે જે ભારતીય મનોરંજન ઇન્ડસ્ટ્રીની બે હસ્તીઓ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે, જે શોને એક નવી પ્રેરણા આપશે.” આ શોમાં ઇન્ડસ્ટ્રીના કેટલાક સેલિબ્રિટીઝ જોવા મળશે. કાજોલ અને ટ્વિંકલ શોમાં મહેમાનો સાથે વાર્તાલાપ કરશે. આ શોમાં મનોરંજન જગત સાથે ખાસ વાતચીત કરતી સેલિબ્રિટીઓ જોવા મળશે.

ગુજરાતી ફિલ્મમાં બોલિવૂડ એક્ટર દિપક તિજોરીની એન્ટ્રી, ‘ગેટ સેટ ગો’માં હશે સાઇકલિંગ ઍક્શન

ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ રિલીઝ ડેટ (Too Much with Kajol and Twinkle release date)

આ પ્રોજેક્ટ માટે એમેઝોન પ્રાઇમ વિડિયો પ્રોડક્શન કંપની બનજય એશિયા સાથે સહયોગ કરી રહી છે, અને નિર્માતાઓએ તેમના દર્શકોને “બમણું જોશ, સ્પાર્ક અને આશ્ચર્ય” આપવાનું વચન આપ્યું છે. જ્યારે પ્રીમિયર તારીખ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પ્રાઇમ હેઝ વિડિયોએ જણાવ્યું છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં દરેકના સ્ક્રીન પર આવી રહ્યું છે.

Web Title: Too much with kajol and twinkle talk show announcement askhay kumar scary recations sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×