Dilip Joshi Weight Loss: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જેઠાલાલની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે તેમણે દાવો કર્યો છે કે, તેમણે માત્ર 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું છે. લોકો જાણવા માંગે છે કે, તેમણે આટલું વજન કેવી રીતે ઘટાડ્યું, પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું.
જેઠા લાલનું સાચું નામ દિલીપ જોશી છે, તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના જેઠાલાલ નામના પાત્રથી ઘરે ઘરે લોકપ્રિય થાય છે.
TMKOC ના જેઠાલાલે વજન ઘટાડ્યું
હાલમાં જ જેઠાલાલે મુંબઈમાં એક ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર વોક કર્યું ત્યારે મીડિયાએ તેમને પૂછ્યું હતું કે આટલું વજન કેવી રીતે ઘટ્યું અને તેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. હસતાં હસતાં જવાબ આપતાં જેઠા લાલે કહ્યું કે તેમણે 1992માં આ કામ કર્યું હતું અને મને ખબર નથી કે કોઈએ હમણાં જ સોશ્યલ મિડિયા પર એની શરૂઆત કરી છે કે નહીં.
2023માં મેશેબલ ઇન્ડિયા સાથેની એક મુલાકાત દરમિયાન, તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેમણે વજન ઘટાડ્યું હતું, ત્યારે તેમને તેના માટે વધારે મહેનત કરવી પડી નથી, દરરોજ ફક્ત 45 મિનિટ વર્કઆઉટ કર્યું હતું.
દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, તે મુંબઈની ઓબેરોય હોટલથી મરીન ડ્રાઈવ સુધી દોડતા હતા અને તે દરમિયાન તે તેમનો નિત્યક્રમ બની ગયો હતો. આ રૂટીનના કારણે તેણે દોઢ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું હતું અને આ માટે તેણે કોઇ ટ્રેનરની પણ મદદ લીધી નહતી.