બોલિવૂડના બાદશાહ કિંગ ખાન અને RRR જેવી સુપરડુપર ફિલ્મ બનાવી નામ કમાનારા પ્રસિદ્ધ નિર્માતા એસએસ રાજામૌલી ફરી ચારેકોર ચર્ચામાં છે. તેઓએ વધુ એક પ્રસિદ્ધી મેળવી છે. ટાઇમ મેગેઝિન દ્વારા 2023 માટે જાહેર કરેલી યાદીમાં બંનેના નામ સામેલ કર્યા છે. આ યાદીમાં શાહરૂખ ખાન અને રાજામૌલીનું નામ વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ છે. આ પછી આલિયા ભટ્ટે અને દીપિકા પાદુકોણે આ ખુશીના અવસર પર પોતાની ઉત્સુકતા પ્રગટ કરી છે.
આ યાદીમાં સામેલ અન્ય નામોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના રાજા ચાર્લ્સ, સીરિયન મૂળના તરવૈયા અને સામાજિક કાર્યકર્તા સારા માર્ડિની અને યુસરા માર્ડિની, અબજોપતિ ઈલોન મસ્ક સહિતનો સમાવેશ થાય છે. સર્વશ્રેષ્ઠ ગીત બદલ ઓસ્કાર જીતનાર ફિલ્મ RRRના નિર્દેશક એસ.એસ.રાજામૌલીનીટાઈમની યાદી માટેની પ્રોફાઈલ આલિયા ભટ્ટે લખી છે.
આલિયા ભટ્ટએ લખ્યું છે કે, ‘તે દર્શકોની પસંદ જાણે છે. હું તેમને માસ્ટર સ્ટોરીટેલર કહું છું. ભારત વિવિધતાથી ભરેલો દેશ છે અને રાજામૌલી આપણને બધાને ફિલ્મ દ્વારા જોડે છે. બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખની પ્રોફાઇલ અભિનેત્રી દીપિકા પાદુકોણે લખી છે’.
દીપિકા પાદુકોણ હાલમાં જ તેની સુપરહિટ ફિલ્મ પઠાણમાં શાહરૂખ સાથે જોવા મળી હતી. દીપિકાએ લખ્યું, ‘શાહરૂખ હંમેશા ઓલટાઈમ મહાન કલાકારોમાં ગણવામાં આવશે. જે તેને અલગ પાડે છે તે છે તેની નમ્રતા અને તેની ઉદારતા. તેનામાં આવી બીજી ઘણી વિશેષતાઓ છે’.