scorecardresearch
Premium

‘એક થા ટાઇગર’ દરમિયાન સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે થયા હતા મતભેદ, છતા ‘બજરંગી ભાઇજાન’ માં કામ કર્યું

Expresso : ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા આયોજિત એક્સપ્રેસો ના આઠમી એડિશનમાં કબીર ખાને જણાવ્યું કે આપણી ઇન્ડસ્ટ્રીમાં આ એક સામાન્ય ધારણા છે. જો તમે એક હિટ ફિલ્મ બનાવો છો, તો તમારે બીજી હિટ ફિલ્મ બનાવવી પડશે

Salman Khan Kabir Khan
સલમાન ખાન અને કબીર ખાન

The Indian Express Expresso : ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મ સલમાન ખાનની કરિયરમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી, જેના કારણે ચાહકોમાં તેની ઈમોશનલ સાઈડ પણ બહાર આવી હતી. તેના પાત્રનો ઘણો બધો શ્રેય ફિલ્મ નિર્માતા કબીર ખાનને જાય છે, જેમણે સલમાનને એક એવા પાત્રમાં કાસ્ટ કરવાની હિંમત કરી હતી જે સામાન્ય રીતે સલમાન જેની સાથે સંકળાયેલો હોય છે તે એક્શનથી ભરપૂર અને અસાધારણ પાત્રોથી તદ્દન અલગ હતો.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા આયોજિત એક્સપ્રેસો ના આઠમી એડિશનમાં કબીર ખાને જણાવ્યું કે ‘બજરંગી ભાઈજાન’માં સલમાનને કેવી રીતે કાસ્ટ કર્યો અને કેવી રીતે તેમના બદલાતા સંબંધોએ ફિલ્મને આકાર આપવામાં મદદ કરી હતી.

એક થા ટાઇગરમાં સલમાન સાથે મારી ઘણી ખેંચતાણ થઇ હતી – કબીર ખાન

કબીર ખાને જણાવ્યું હતું કે એક થા ટાઇગરમાં સલમાન સાથે મારી ઘણી ખેંચતાણ થઇ હતી, કારણ કે તે સમયે મેં માત્ર બે જ ફિલ્મો કરી હતી અને તે ઇન્ડસ્ટ્રીનો રાજા હતો. પણ એ ખેંચતાણમાં હું તેમને સમજવા લાગ્યો. મેં તેની સાથે ઘણો સમય વિતાવ્યો અને મને સમજાયું કે તે કેટલાક મુદ્દા પર, જેમ કે ભારતની સહિયારી સંસ્કૃતિ, બિનસાંપ્રદાયિકતા વગેરે જેવા કેટલાક મુદ્દાઓ પર ખૂબ જ ભારપૂર્વક વિચારે છે. પણ તેને ક્યારેય તે મંચ પર વ્યક્ત કરી નથી જ્યાં તમને પૂજવામાં આવે છે. આવું શા માટે?

આ પણ વાંચો – કોર્ટરૂમમાં અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે ઝઘડો, સૌરભ શુક્લા ગુસ્સે ભરાયા, જુઓ ટિઝર

હું ‘ટાઇગર 2’ બનાવવા માંગતો ન હતો – કબીર ખાન

‘એક થા ટાઇગર’ની જોરદાર સફળતા છતાં કબીર ખાને ખુલાસો કર્યો હતો કે તે સિક્વલ બનાવવાની ઇન્ડસ્ટ્રીની ફોર્મ્યુલાને અપનાવવામાં ખચકાટ અનુભવી રહ્યો હતો. “એક થા ટાઇગર બનાવ્યા પછી, બીજો ટાઇગર બનાવવા માટે ભારે દબાણ હતું. આપણી ઇન્ડસ્ટ્રીમાં આ એક સામાન્ય ધારણા છે. જો તમે એક હિટ ફિલ્મ બનાવો છો, તો તમારે બીજી હિટ ફિલ્મ બનાવવી પડશે. ન્યૂયોર્ક બાદ પણ લોકોએ મને સિક્વલ કરવાનું કહ્યું હતું. અને મારે કહેવું પડ્યું કે તમે ફિલ્મ જોઈ છે?’ મેં બધાને મારી નાખ્યા છે, હું સિક્વલ કેવી રીતે બનાવી શકું?” હું ‘ટાઇગર 2’ બનાવવા માંગતો ન હતો. મેં એક્શન સાથે કામ પૂરું કર્યું અને વિચાર્યું, ‘ઠીક છે, બહુ થયું. હવે આપણે આગળ વધવાનું છે.

કબીરે “બજરંગી ભાઈજાન” એ તેને મુખ્ય પ્રવાહના સિનેમામાં પ્રવેશ કરવામાં કેવી રીતે મદદ કરી તે વિશે પણ વાત કરી હતી. કબીર ખાને કહ્યું કે એક રીતે, હું હંમેશાં જે કરવાનો પ્રયત્ન કરતો હતો તે બધું જ તે એકસાથે લાવ્યું. જ્યારે હું ડોક્યુમેન્ટરીમાંથી મેઇનસ્ટ્રીમ સિનેમામાં આવ્યો ત્યારે મને ખબર હતી કે હું મેઇનસ્ટ્રીમ સિનેમા ફોર્મેટ અપનાવવા માંગુ છું, પરંતુ સાથે સાથે એક રાજનીતિ આધાર પણ રાખવા માંગું છું છે અને મેં હંમેશાં તે સંતુલન શોધ કરી

Web Title: The indian express expresso kabir khan richa chadha interview ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×