લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષથી શોમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ઘણા કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે. એવામાં તાજેતરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડાનાર શૈલેષ લોઢાએ શોના મેકર્સ પર ફરી એકવાર નિશાન સાધ્યું છે.
શૈલેષ લોઢાની પોસ્ટ
શૈલેષ લોઢાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેમણે ઇન્સ્ટા પર તેની તસવીરની સાથે એક શાયરી લખી છે. શૈલેષ લોઢાની આ પોસ્ટને પ્રશંસકો અસિત મોદી પર કટાક્ષ કર્યો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જોકે શૈલેષ લોઢાએ આ અંગે ખુલીને કઇ કહ્યું નથી.
શૈલેષ લોઢાની શાયરાના પોસ્ટ
શૈલેષ લોઢાએ ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે, દિશા વાકાણી શોમાં ક્યારેય પરત નહીં ફરે તેમ તેના ફેન્સ જોઇ રહ્યાં છે. શૈલેષ લોઢાએ વધુમાં પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઓરો કે હક કા જોડા સબ ઉસને, કિસી કે મન સે જુડ કર નહીં દેખા’, આ વાત પરથી ફિતરત જાણવા મળે છે કે, ઉસકી જિસને ભી ઉસે છોડા, મુડ કર નહીં દેખા.
શાયરાના પોસ્ટ પર યુઝર્સની પ્રતિક્રિયા
શૈલેષ લોઢાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા જબદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. જયંતી નામની યૂઝરે પ્રતિક્રિયા આપી છે કે, શબ્દો કી તાકાત ઇતની હૈ કી સામને વાલે કો બાર બાર ધાવ દે સકતી હૈ. તો બીજા એક યૂઝરે લખ્યું છે કે, તમારો આ શબ્દો દ્વારા પ્રહાર કોના પર છે તે વિશે અમે બરાબર જાણીએ છીએ.
આ પણ વાંચો: બિગબોસની આ જોડીએ પ્રથમ સપ્તાહમાં જ લોકોના દિલ જીતી લીધા, સલમાન ખાને આપી ગિફ્ટ
‘સર તમને ખુબ યાદ કરીએ છીએ’
તો આ તરફ જતિન નામના યૂઝરે લખ્યું છે કે, શું તમે એમ કહેવા માંગો છો કે, હવે દિશા વાકાણી શોમાં ફરી ક્યારેય પરત નહીં ફરે. જ્યારે બીજા એક યૂઝરે લખ્યું છે કે, સર આ વાત પાછળ ખુબ ઉંડો મતલબ રહેલો છે. સર તમને ખુબ યાદ કરીએ છીએ અમે બધા.