scorecardresearch
Premium

તમન્ના ભાટિયા & વિજય વર્માએ ક્રિસમસ પહેલા શાનદાર પાર્ટી હોસ્ટ કરી, વિક્રાંત મેસી પત્ની સાથે જોવા મળ્યો, જુઓ ફોટા

તમન્ના ભાટિયા અને વિજય વર્માના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો વિજય વર્મા છેલ્લે IC 814: ધ કંદહાર હાઇજેકમાં જોવા મળ્યો હતો. જયારે તમન્ના ભાટિયાએ સ્ત્રી 2 માં અદભૂત પરફોર્મ કર્યું હતું.

Tamannaah Bhatia Vijay Varma host party
તમન્ના ભાટિયા & વિજય વર્માએ ક્રિસમસ પહેલા શાનદાર પાર્ટી હોસ્ટ કરી, વિક્રાંત મેસી પત્ની સાથે જોવા મળ્યો, જુઓ ફોટા

Tamannaah Vijay Christmas Party: હવે ડિસેમ્બર મહિનો પૂરું થવામાં છે, વર્ષ 2024 પૂર્ણ થવામાં ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ મહિનામાં ક્રિસમસ આવે છે આ તહેવાર પ્રિયજનો સાથે ઉજવવાનો છે. ત્યારે બી-ટાઉન કપલ વિજય વર્મા (Vijay Varma) અને તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) એ પણ તહેવાર નિમિતે તેમના બી-ટાઉન ફ્રેન્ડ્સ, વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ અને અન્ય ઘણા રિલેટિવ્સ સાથે ક્રિસમસ ગેટ-ટુગેધરનું આયોજન કર્યું હતું.

ગઈકાલે 16 ડિસેમ્બરના રોજ, ફિલ્મ નિર્માતા પ્રજ્ઞા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી જેમાં વિજય વર્મા, તમન્ના ભાટિયા, વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ સાથે જોવા મળ્યા હતા. તેનો ડિસેમ્બર ફોટો ડમ્પમાં વિક્રાંત મેસી અને તેની પત્ની, તેની સાથે હોસ્ટ તમન્ના ભાટિયા જોડાઈ હતી જે પ્રજ્ઞાની બાજુમાં બેઠી હતી અને ત્યારબાદ વિજય અને સેલેબ્સનો એક વધુ મિત્ર હતો.

આગળની તસવીર એ વાતનો પુરાવો છે કે સેલેબ્સે પાણીપુરીનો આનંદ માણ્યો હતો, જે તેમના ગેટ ટુગેધરમાં સ્વાદ ઉમેરે છે. ફોટા શેર કરતાં, પ્રજ્ઞાએ લખ્યું, “ડિસેમ્બરિંગ #weekendvibes.”

આ પણ વાંચો: Zakir Hussain Net Worth: ઝાકિર હુસૈન ની પહેલી કમાણી માત્ર 5 રૂપિયા, જાણો તબલા વાદક કેટલી સંપત્તિના માલિક હતા

તેમના મિત્ર સુવેદ લોહિયા પણ ક્રિસમસ ગેટ-ટુગેધરમાં સેલેબ્સ સાથે પણ જોડાયા હતા, તેમણે બે બી-ટાઉન કપલ સાથે એક ફોટો શેર કર્યો હતો અને આતિથ્ય માટે ભાટિયાનો આભાર માન્યો હતો. કેપ્શનમાં લખ્યું કે “@tamannaahspeaks અમારું દિલ ખુશ થઇ ગયું અને પેટ પણ ભરાઈ ગયું. તમામ પ્રેમ ઉષ્મા માટે આભાર અને બેસ્ટ કંપની પ્રતિભાશાળી અને ખૂબસૂરત નાતાલઆ તહેવારને જીવંત બનાવી !!તમને ખૂબ પ્રેમ @tamannaahspeaks અને @itsvijayvarma @vikrantmassey તમને મળીને, ફેન બોઈ ક્ષણ લાગી!! @sheetalthakur વર્ષો પછી તમારી સાથે મુલાકાત કરી રહ્યો છું @pragyakapoor_ my fam i love you.”

તમન્ના ભાટિયા અને વિજય વર્માના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો વિજય વર્મા છેલ્લે IC 814: ધ કંદહાર હાઇજેકમાં જોવા મળ્યો હતો. જયારે તમન્ના ભાટિયાએ સ્ત્રી 2 માં અદભૂત પરફોર્મ કર્યું હતું.

Web Title: Tamannaah bhatia vijay varma host christmas party bollywood couple get together sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×