Aaj Ki Raat Maja Husn Ka: પાન ઈન્ડિયા સ્ટાર તમન્ના ભાટિયા, જેને ઘણી હિટ ફિલ્મોની સાથે તેના અભિનય થકી પોતાની ક્ષણતા સાબિત કરી છે. તે છેલ્લા ઘણા દિવસોથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. આ વર્ષની સૌથી મોટી સુપરહીટ અને મહિલા પ્રધાન ફિલ્મ ‘સ્ત્રી-2’ માં તમન્ના ભાટિયાએ એક આઈટમ સોંગ કર્યું હતું, જે દર્શકોને ખુબ જ પસંદ આવ્યું છે. આ સોંગમાં તમન્નાએ પોતાની સુંદરાતાનો જાદુ વિખેરતા ડાંસિંગ સ્કિલ્સનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
‘સ્ત્રી-2’ ફિલ્મના મેકર્સે ફિલ્મનું પ્રથમ ગીત ‘આજ કી રાત મજા હુસ્ન કા…’ રિલીઝ કરતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું. આ સોંગમા તમન્નાએ શાનદાર ડાન્સથી લોકોને ઈમ્પ્રેસ કર્યા હતા. આ સોંગ આજના યુવા વર્ગને એ હદે પસંદ આવ્યું હતું કે, લોકોએ આ સોંગને જોવાના મામલે એક રેકોર્ડ પણ બનાવી દીધો છે. અત્યાર સુધીમાં આ સોંગ પર 500 મિલિયન વ્યૂઝ આવી ચુક્યા છે અને લોકો હાલમાં પણ તેને જોઈ રહ્યા છે જેના કારણે સતત તેના વ્યૂઝમાં વધારો થઈ રહ્યો છે.
આ સોંગ 500 મિલિયન વ્યૂઝનો આંકડો પાર કરતા તમન્ના ભાટિયાની ખુશીનો કોઈ પાર નથી રહ્યો અભિનેત્રીએ પોતે તેના વિશે જાણકારી આપી છે અને ઈન્સ્ટાગ્રામ પર આ સોંગના મેકિંગનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે અને તેની પાછળની કહાણી વિશે પણ પોતાના ફેન્સને જાણકારી આપી છે.
તમન્નાએ વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે,’તે શું છે જેની તમે ક્યારેય કલ્પના નહોતી કરી, 500 મિલિયન વ્યૂઝ બાદ, શબ્દોમાં કહી શક્તી નથી કે હું આપ સૌની કેટલી આભારી છું જેણે આને આટલું ખાસ બનાવ્યું. પ્રથમ પ્લેથી 500 મિલિયન વ્યૂ સુધી, તમારી ઉર્ઝા અને ‘આજ કી રાત’થી તમારૂ જોડાણ મારા માટે બધુ જ છે. તમે આ ગીતને તમારી યાદો, પોતાની ઉજવણી અને પોતાના જીવનનો ભાગ બનાવી લીધો છે અને હું તેના માટે તમારી આભારી છું. આ માત્ર કોઈ જાદુભર્યા અનુભવથી ઓછુ નથી.’