લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક ઘરમાં જોવાય છે. એક તરફ આ શોની ઘણી પોપ્યુલારિટી છે તો બીજી તરફ આ શોએ ઘણા કલાકારોને પણ ખાસ ઓળખ આપી છે. જે પૈકી એક છે માધવી ભાભીનું પાત્ર ભજવતી સોનાલિકા જોશી. આજે 5 જૂનના રોજ સોનાલિકા જોશી પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે.
મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકા જોશી આજે તેના નામથી ઓછી અને ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીના નામથી વધુ પ્રખ્યાત છે. અભિનય ક્ષેત્રે ઝંપલાવતા પહેલા સોનાલિકા જોશીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે મરાઠી થિયેટરથી તેની કારકિર્દીની ઘડવાનો પ્રયાસ કર્યો.
સોનાલિકા જોશી ઉર્ફ માધવીભાભીએ વર્ષ 2006માં મરાઠી ફિલ્મ ‘વારસ સારેચ સરસ’થી તેની ફિલ્મી શરૂઆત કરી હતી, ત્યારબાદ તે કેટલીક મરાઠી સિરિયલોમાં પણ જોવા મળી હતી. જો કે,તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તેને વાસ્તવિક ઓળખ આપી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. જ્યારે સોનાલિકા આ શો સાથે પહેલા એપિસોડથી જોડાયેલી છે. આ શો શરૂ થયાને લગભગ 15 વર્ષ થઈ ગયા છે. મહત્વનું છે કે, ઘણા કલાકારોએ શો છોડી દીધો, પરંતુ મોટાભાગના કલાકારો એવા છે જેઓ પહેલા દિવસથી શોમાં જોવા મળે છે, સોનાલિકા પણ તેમાંથી એક છે. આ શો દ્વારા તે લોકોનું ખૂબ મનોરંજન કરે છે.
સોનાલિકા જોશીના અંગત જીવનની વાત કરીએ તો તેના પતિનું નામ સમીર જોશી છે. બંનેને એક પુત્રી પણ છે. સોનાલિકા અને સમીરના લગ્ન વર્ષ 2004માં થયા હતા.