scorecardresearch
Premium

જેના જીવન પર સુષ્મિતા સેનની વેબ સિરીઝ ‘તાલી’ બની છે એ શ્રીગૌરી સાવંત કોણ છે?

ગૌરી સાવંત માત્ર 9 વર્ષની હતી ત્યારે તેમની માતાનું મૃત્યું થઇ ગયું હતું. એવામાં તેઓ ટ્રાંસેજેંડર હોવાથી તેમને બાળપણથી બુલિંગનો શિકાર બનવું પડ્યું હતું.

Shreegauri savant Photo
Shreegauri savant Photo

સુષ્મિતા સેને બોલિવૂડમાં ફરી કમબેક કર્યું છે. મહત્વનું છે કે, સુષ્મિતા સેન લાંબા સમયથી બોલિવૂડથી દૂર રહી હતી. પરંતુ ઓટીટી પ્લેટફોર્મના આગમન બાદ સુષ્મિતા સેનના કરિયરને એક નવી ઉડાન મળી છે. સુષ્મિતા સેને ‘આર્યા’ સિરીઝથી કમબેક કર્યું છે. ‘આર્યા’ સિરીઝ સુપરહિટ ગઇ હતી. આ ઉપરાંત આ સિરીઝની બીજી સીઝન પણ સુપરડુપર હિટ ગઇ હતી. ત્યારે આર્યાની સફળતા બાદ સુષ્મિતા સેન ફરી એક નવી સિરીઝ સાથે ધમાલ મચાવા આવી રહી છે.

સુષ્મિતા સેન ટ્રાંસજેંડરના રૂપમાં

સુષ્મિતા સેન તેની નવી વેબ સિરીઝમાં ટ્રાંસજેંડરના રૂપમાં જોવા મળે છે. અભિનેત્રીએ તેની નવી વેબ સીરિઝનો ફસ્ટ લુક શેર કર્યો હતો. આ સિરીઝમાં એક્ટર ટ્રાંસજેંડર ગૌરી સાવંતની ભૂમિકા અદા કરે છે. ગૌરી સાવંત એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં સેક્સ વર્કરના હિતમાં કામ કરે છે. જોકે તેમની આ સફર પીડાઓ અને અડચણોથી ભરેલી છે. કારણ કે આજના આ શૈક્ષણિક સમાજમાં પણ એક ટ્રાંસજેડરને લોકો ધ્રુણાની દ્રષ્ટિએથી જોવે છે.

ગૌરી સાવંતની મીડિયા સાથે વાતચીત

ગૌરી સાવંતએ મીડિયા સાથે તેને તેના જીવનના સંઘર્ષ વિશે વાતચીત કરી વ્યથા ઠાલવી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેઓ પુના રહેતા તેના ત્રણ ભાઇ બહેનોમાં સૌથી નાની છે. ગૌરી સાવંતે વધુમાં જણાવ્યું હતું કે, બાળપણથી જ તેમણે ટ્રાંસજેંડર હોવાની સજા ભોગવવી પડી છે. ગૌરી સાવંત માત્ર 9 વર્ષની હતી ત્યારે તેમની માતાનું મૃત્યું થઇ ગયું હતું. એવામાં તેઓ ટ્રાંસેજેંડર હોવાથી તેમને બાળપણથી બુલિંગનો શિકાર બનવું પડ્યું હતું. જેના કારણે તે તેના ઘરમાં પણ ભય અને સંકોચ સાથે રહેતી હતી તેમજ ઘરમાં તેની સાથે કોઇ વાત પણ કરતું ન હતું.

ઇગ્નોર મને અંદરથી ભાંગી નાંખતુ હતુ: ગૌરી સાવંત

ગૌરી સાવંતે પરિવારના તેના વ્યવહાર વિશે જણાવ્યું હતું કે, મને ક્યારેય માર પડ્યો નથી. પરંતુ તેમનું ઇગ્નોર મને અંદરથી ભાંગી નાંખતુ હતું, જે મારા માટે અત્યંત પીડાદાયક છે.

પિતાએ જીવતા અંતિમ સંસ્કાર કરી નાંખ્યા

ગૌરી સાવંતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જૂના દર્દને ફરી યાદ ન કરીએ એ જ સારું છે. ગૌરી સાવંતના પિતાએ તેમના જીવતા જ અંતિમ સંસ્કાર કરી નાંખ્યાં છે. જે અંગે ગૌરીએ કહ્યું હતું કે, ઘરમાં તેમના રહેવાથી કોઇને ફર્ક પડતો ન હતો. એવામાં મેં ધરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો અને એક દિવસ તેના પિતા ખાવાનું લેવા ગયા ત્યારે હું ઘરેથી 60 રૂપિયા લઇ નિકળી ગઇ હતી.

‘એ માર્ગો જોઇને જૂની પીડા ફરી તાજા થાય છે’

ગૌરી સાવંતે જણાવ્યું હતું કે, આજે પણ હું મુંબઇથી પુનાની મુસાફરી કરું છું. એ માર્ગો જોઇને જૂની પીડા ફરી યાદ આવે છે. ગૌરી સાંવત ઘરેથી ભાગી મુંબઇ આવ્યા હતી. જ્યાં તેણે વડાપાઉં ખાધું હતું. ત્યારબાદ ગણપતિ મંદિરમાં ચારથી પાંચ વખત પ્રસાદ લીધો હતો. જે અંગે તેને કહ્યું હતું કે, ખબર નહીં કેટલી રાત પ્લેટર્ફોમ પર જ વિતાવી છે. એટલે આજે મારી પાસે કોઇ કિન્નર આવે છે તો તે એક પણ સવાલ પૂછ્યાં વગર સૌપ્રથમ તેને ખાવાનુ આપે છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના 80માં બર્થડેના સેલિબ્રેશનની યાદો આ તસવીરોમાં

ગૌરીને તેના ગુરૂએ આશ્રય આપ્યો

ગૌરી સાવંતે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ઘરેથી ભાગીને મુંબઇ આવ્યા હતા ત્યારે તેમને કંચન અમ્માએ આશ્રય આપ્યો હતો. ગૌરીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે કોઇ ટ્રાન્સજેંર હોય છે તો તે સેક્સ વર્કર અથવા સિગ્નલ પર ભીખ માંગે છે. પરંતુ હું એટલી સુંદર નથી એટલે સેક્સ વર્કર ન બની અને ભીખ ન માંગી શકી. જેને પગલે મેં NGOમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ રીતે હું સેક્સ વર્કસ માટે કામ કરવા લાગી. હાલ તે મહારાષ્ટ્રીની એડ્સ કંટ્રોલ સોસાયટી માટે ફરજ બજાવે છે.

આ પણ વાંચો: અભિનેત્રી રકુલ પ્રીતે હિન્દી ફિલ્મોની નિષ્ફળતા અંગે જણાવી ‘અંદર’ની વાત

ગૌરી સાવંત બાળકોને સારું શિક્ષણ અપાવવા ઇચ્છે છે

ગૌરી સાવંત એડ્સને લઇ સેક્સ વર્કર સાથે કામ કરે છે અને આ સંબંધિત તેમને જાગૃત કરે છે. આ સિવાય તે આ પ્રકારના બાળકોને સારું શિક્ષણ અપાવવા માંગે છે. જે ભવિષ્યમાં આ કામમાં ન અટવાઇ રહે.

Web Title: Sushmita sen web series taali transgender shreegauri sawant story

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×