Suniel Shetty Birthday : હિન્દી ફિલ્મ ઉધોગના અન્ના તરીકે પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી આજે 11 ઓગ્સ્ટે પોતાનો 62મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 11 ઓગસ્ટ 1961ના રોજ કર્ણાટકના મૈસુર ખાતે થયો હતો. બોલિવૂડમાં સુનિલ શેટ્ટીની ઓળખ એક્શન હીરો તરીકેની છે. તેઓ આજે ફિલ્મ જગતમાં ટોચની હસ્તી બની ગયા છે, પરંતુ બાળપણમાં તેઓ કલાકાર નહીં, ક્રિકેટર બનવા માંગતા હતા. અલબત્ત ભાગ્ય તેમને ફિલ્મ જગતમાં લઈ આવ્યું હતું. હવે તેઓ હોટેલ ક્ષેત્રમાં પણ જાણીતા છે. સુનીલ શેટ્ટી ફિલ્મોથી દૂર છતાં કરોડોની આવક મેળવે છે. તેની સંપત્તિ જાણીને તમારી આંખો પહોળી થઇ જશે.
બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતાએ વિવિધ ફિલ્મોમાં કોમેડી, એક્શન અને રોમેન્ટિક અભિનયથી દરેકનું મનોરંજન કર્યું છે. સુનિલ શેટ્ટીએ વર્ષ 1992માં બલવાન ફિલ્મથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આ ફિલ્મમાં તે સમયની જાણીતી હિરોઈન દિવ્યા ભારતી પણ મહત્વની ભૂમિકામાં હતી.
આ ફિલ્મથી સુનિલ શેટ્ટીની ઓળખ એક્શન હીરો તરીકે થઈ હતી. ત્યારબાદ 1994માં આવેલી મોહરા ફિલ્મમાં અક્ષય કુમાર અને રવીના ટંડન સાથે તેમણે કામ કર્યું હતું.આ સમય દરમિયાન તેઓ એક પછી એક એક્શન ભૂમિકા ભજવી રહ્યા હતા.
ત્યારે તેઓ પ્રથમ વખત ડબલ રોલમાં પણ જોવા મળ્યા હતા. તેમની ‘ગોપી કિશન’ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી. થોડા વર્ષો પહેલા આવેલી યે તેરા ઘર યે મેરા ઘર, હેરા ફેરી, દે દના દન જેવી ફિલ્મોથી સુનીલે દર્શકોના દિલ જીતી લીધા હતા. જયારે વર્ષ 2001માં આવેલી ધડકન ફિલ્મમાં તેને બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મળ્યો હતો.
સુનીલ શેટ્ટીની ફિટનેસ પર ઘણી હસીનાઓ પોતાનું દીલ હારી બેઠી હતી. જે પૈકી એક સોનાલી બેન્દ્રે હતી. જી હાં સોનાલી બેન્દ્રેનો ક્રશ સુનીલ શેટ્ટી હતા.
સુનીલ શેટ્ટીનું પ્રિય પુસ્તક સુનીલ ગાવસ્કરનુ સની ડેઝ છે. સુનીલ શેટ્ટીની લવ સ્ટોરી પર બેહદ રોમાચિંત છે. સુનીલ શેટ્ટીએ સંપૂર્ણ સાંસ્કૃતિક બેકગ્રાઉંડવાળી યુવતી સાથે લગ્ન કર્યા છે. જે તેમનો પહેલો અને અંતિમ પ્રેમ છે.
સુનીલ શેટ્ટીની પ્રેમ કહાની તેમની ફેન્સ વચ્ચે આજે પણ ખુબ જ લોકપ્રિય છે. સુનીલ શેટ્ટીએ તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે લગભગ 9 વર્ષ સુધી તેમના માતા-પિતાને મનાવવા પડ્યા હતા.
મહત્વનું છે કે, ફિલ્મોથી દૂર છતાં સુનીલ શેટ્ટી કરોડોની કમાણી કરે છે. સુનીલ શેટ્ટી ઘણી હોટેલ્સ અને રેસ્ટોરોના માલિક છે. આ સિવાય સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી પણ એક બિઝનેસવુમેન છે. બીજી બાજુ સુનીલ શેટ્ટીની સંપત્તિ જાણીને ચોક્કસથી તમારા હોશ ઉડી જશે.
caknowledge.com અનુસાર, સુનીલ શેટ્ટી 120 કરોડ રૂપિયાની નેટવર્થના માલિક છે. આ સિવાય સુનીલ શેટ્ટી એક મહિનામાં લગભગ 50 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ સાથે તેમની વાર્ષિક આવક 7થી 8 કરોડ રૂપિયા છે.
સુનીલ શેટ્ટી ખુબ વૈભવી જીવન જીવે છે. સુનીલ શેટ્ટી મુંબઇના પોશ વિસ્તારમાં તેના ભવ્ય બંગલામાં નિવાસ કરે છે. તેમના એ આલિશાન બંગલાની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે. આ સિવાય ખંડાલા સ્થિત સુનીલ શેટ્ટીનો ફાર્મહાઉસ પણ છે. જેની કિંમત પણ કરોડોમાં છે. આ સુનીલ શેટ્ટીના સપનાનું ઘર છે.
આ ઉપરાંત સુનીલ શેટ્ટીએ તેના પત્ની માના શેટ્ટી સાથે મળીને S2 નામથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઇમાં 21 લકઝરી વિલા બનાવવાયા હતા.
સુનીલ શેટ્ટીને મોંઘી અને લકઝરીયસ ગાડીઓનો પણ ઘણો શોખ છે. સુનીલ શેટ્ટી પાસે હમર H3, મર્સિડિઝ બેંઝ એસયૂવી, ટોયોટા પ્રાડો,લૈંડ ક્રૂઝર, જીપ રૈંગલર જેવી શાનદાર કલેક્શન છે. સુનીલ શેટ્ટી ડોગ લવર પણ છે. અભિનેતા પાસે ઘણા ડોગ છે.
સુનીલ શેટ્ટી એક શાનદાર એક્ટરની સાથે ઉત્તમ બિઝનેસમેન પણ છે. તમને જણાવી દઇએ કે, સુનીલ શેટ્ટી પોપકોર્ન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડક્શન હાઉસના માલિક છે. આ સાથે સુનીલ શેટ્ટી બે ફેમસ રેસ્ટોરન્ટ, મિસચીફ ડાઇનિંગ બાર અને કલ્બ H20ની માલિકી ધરાવે છે. આ માધ્યોમાં દ્વારા તેઓ કરોડોની રૂપિયાની આવક મેળવે છે.