scorecardresearch
Premium

kamal Haasan Birthday: સાઉથના મશહૂર એકટર કમલ હાસન આ ફિલ્મોમાં મચાવશે ઘૂમ, બર્થડે પર નવી ફિલ્મની કરી જાહેરાત, જાણો એકટરની નેટવર્થ

kamal haasan birthday: દિગ્ગજ અભિનેતા કમલ હાસન આજે 7 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે સાઉથનો સુપરસ્ટાર છે અને તેણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. કમલ હાસનની નેટવર્થ જાણીને તમે દંગ રહી જશો.

kamal haasan| kamal haasan Brithday| kamal haasan Networth| kamal haasan New Movie
kamal haasan : કમલ હાસન ફાઇલ તસવીર

Kamal Haasan Birthday : સાઉથના મશહૂર એકટર કમલ હાસન આજે 7 નવેમ્બરે પોતાનો બર્થડે ઉજવી રહ્યા છે. આ અવસર પર કમલ હાસને ફેન્સને એક ખાસ ભેટ આપી છે. તેણે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ મણિરત્નમ સાથે હશે. 1987ની કલ્ટ એપિક ક્રાઇમ મૂવી ‘નાયકન’ના 36 વર્ષ પછી કમલ હાસન અને મણિરત્નમ સાથે જોવા મળશે. દિગ્ગજ એકટરે તેની આગામી ફિલ્મની એક ઝલક શેર કરી છે. જુઓ આ અહેવાલમાં ફિલ્મનું પ્રથમ દામદાર પોસ્ટર. સાથે જ ફિલ્મનુ નામ અને કમલ હાસનની નેટવર્થ પણ જાણો.

કમલ હાસનની નવી ફિલ્મનું નામ Thug Life છે. હવે ફિલ્મના પોસ્ટરની વાત કરીએ તો બધું જ ઝાંખુ દેખાય છે. કમલ હાસને પોતાનો ચહેરો એક કપડાથી ઢાંક્યો છે. આ સિવાય પોસ્ટરમાં કમલ હાસન સાથે અન્ય પાંચ લોકો પણ જોવા મળી રહ્યા છે. પરંતુ તેના ચહેરા દેખાઇ રહ્યા નથી અને હાથોમાં તેણે હથિયાર પકડી રાખ્યાં છે.

‘ઠગ લાઈફ’ રાજ કમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલ અને મદ્રાસ ટોકીઝ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવશે. આ ફિલ્મમાં જયમ રવિ, તૃષા, દુલકર સલમાન, અભિરામી અને નાસિર જેવા કલાકારો જોવા મળશે. આ સાથે ફિલ્મમાં એઆર રહેમાનનું સંગીત હશે.

‘ઠગ લાઈફ’ ઉપરાંત, કમલ હાસન ‘ઇન્ડિયન 2’માં પણ કામ કરશે, જે શંકરની 1996ની બ્લોકબસ્ટર વિજિલેન્ટ એક્શન ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મ 12 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ મહત્વની ભૂમિકા નિભાવશે.

આ સિવાય કમલ નાગ અશ્વિનની એપિક સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં પણ જોવા મળશે. તેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ સ્ટાર્સ છે. તે 12 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

તાજેતરમાં કમલ હાસનની પુત્રી અક્ષરા હાસને મુંબઈમાં ખારના પ્રાઇમ લોકેશનમાં રૂ. 15 કરોડની કિંમતનો 2500 ચોરસ ફૂટનો આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. અક્ષરા હાસનની સાથે તેની માતા સારિકા હાસન અને તેની બહેન શ્રુતિ હાસન પણ મુંબઈમાં રહે છે. પરંતુ તેના પિતા અને આજના ‘બર્થ ડે બોય’એ ઘણા વર્ષો પહેલા મુંબઈને અલવિદા કહી દીધું હતું. લગભગ 388 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા કમલ હાસન (મીડિયા રિપોર્ટ્સ અનુસાર) ચેન્નાઈ અને લંડનમાં આલીશાન ઘરો ધરાવે છે, પરંતુ તેણે મુંબઈમાં કોઈ ઘર ખરીદ્યું નથી.

આ પણ વાંચો : ન તો થલપથી વિજય, ન શાહરુખ, ન સલમાન… તો એશિયાનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા કોણ છે? એક ફિલ્મ માટે ચાર્જ કરે છે ₹ 250 કરોડ

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પ્રતિભા દેખાડનાર કમલ હાસને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે થોડો સમય મુંબઈમાં વિતાવ્યો. પરંતુ તેને તે શહેર જેણે તેને તેના જીવન સાથી સાથે મુલાકાત કરાવી અને જીવનની સૌથી કિંમતી ભેટ આપી, પણ તેને હિન્દી ફિલ્મ ઉદ્યોગ પસંદ ન આવ્યું. કમલ હાસનને મુંબઈનો ખોટો શોઅપ પસંદ ન આવ્યો. તેથી તે તેની બીજી પત્ની સારિકા સાથે ચેન્નાઈ શિફ્ટ થઈ ગયા. થોડો સમય સાથે રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. તેમની બે પુત્રીઓ એટલે કે શ્રુતિ અને અક્ષરાનો જન્મ પણ ચેન્નાઈમાં થયો હતો. જો સૂત્રોનું માનીએ તો, હાસન પરિવારના સભ્યોને તેમનું જીવન એકલા અને વ્યક્તિગત શૈલીમાં જીવવાની આદત છે. આ જ કારણ છે કે તેઓ એકબીજાથી અલગ રહે છે.

Web Title: South indian superstar kamal haasan birthday networth celebration new movie mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×