scorecardresearch
Premium

Son of Sardaar 2 Vs Dhadak 2 | અજય દેવગણ ની સન ઓફ સરદાર 2 અને તૃપ્તિ ડીમરી ની ધડક 2 સિનેમાઘરમાં રિલીઝ, કઈ મુવી જોવી?

સન ઓફ સરદાર 2 Vs ધડક 2 મુવી રિવ્યૂ | મહાવતાર નરસિંહા નું સારું પરફોર્મન્સ અને મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’ ની વર્તમાન લોકપ્રિયતા સાથે બંને સિક્વલ તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અભિનીત ધડક 2 (Dhadak 2) અને અજય દેવગણ અભિનીત સન ઓફ સરદાર 2 (Son of Sardaar 2) બોક્સ ઓફિસ પર કેટલી કણાની કરે તે…

અજય દેવગણ સન ઓફ સરદાર 2 ફિલ્મનો રિવ્યૂ
Son of Sardaar 2 Vs Dhadak 2 Movie Review and Release

Son of Sardaar 2 Vs Dhadak 2 Movie Review | તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અભિનીત ધડક 2 (Dhadak 2) અને અજય દેવગણ અભિનીત સન ઓફ સરદાર 2 (Son of Sardaar 2) આજે મોટા પડદા પર રિલીઝ થઇ છે. બોક્સ ઓફિસના શરૂઆતના અહેવાલો અનુસાર આ ફિલ્મો ભારે સ્પર્ધાનો સામનો કરી રહી હોય તેવું લાગે છે.

મહાવતાર નરસિંહા નું સારું પરફોર્મન્સ અને મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’ ની વર્તમાન લોકપ્રિયતા સાથે બંને સિક્વલ તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અભિનીત ધડક 2 (Dhadak 2) અને અજય દેવગણ અભિનીત સન ઓફ સરદાર 2 (Son of Sardaar 2) બોક્સ ઓફિસ પર કેટલી કણાની કરે તે જોવાનું રહ્યું

સન ઓફ સરદાર 2

સન ઓફ સરદાર 2 માં અજય દેવગણ, મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે, આ સિવાય સંજય દત્ત, રવિ કિશન, સંજય મિશ્રા પણ જોવા મળે છે, સન ઓફ સરદાર 2 મુવી નો પહેલો ભાગ 2012 માં રિલીઝ થયો હતો એમાં સોનાક્ષી સિંહા અને અજય દેવગણ ની અદભુત કેમેસ્ટ્રી જોવા મળી હતી અને તેને લોકો દ્વારા પસંદ કરવામાં આવી હતી, હવે જોવાનું રહ્યું કે 13 વર્ષ પછી દર્શકો બીજા પાર્ટને આટલો પસંદ કરે છે કે નહિ.

ધડક 2

સન ઓફ સરદાર 2 સિવાય પહેલી ઓગસ્ટ, 2025 શુક્રવારના રોજ તૃપ્તિ ડીમરી અને સિદ્ધાર્થ ચતુર્વેદીની ધડક 2 રિલીઝ થઇ છે, જે વર્ષ 2018 ની ધડકની સિક્વલ છે જેમાં જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટરની કેમેસ્ટ્રી લોકોને જોવા મળી હતી હવે તૃપ્તિ ડીમરી અને સિદ્ધાર્થ ચતુર્વેદી એજ રીતે લોકોના દિલ પર રાજ કરે છે કે નહિ તે જોવાનું રહ્યું, તમે આ 2 ફિલ્મમાંથી કઈ મુવી જોવાનું પસંદ કરશો, સન ઓફ સરદાર 2 કે તૃપ્તિ ડીમરી ની ધડક 2?

સન ઓફ સરદાર 2 Vs ધડક 2 મૂવી રિવ્યૂ (Son of Sardaar 2 Vs Dhadak 2 Movie Review)

મુવી ક્રિટીક જોગીન્દર તૂટેજાએ કહે છે કે, ઘણા કેટલાક દિવસ બોલીવુડ માટે સારા દિવસો ચાલી રહ્યા છે, રોમાન્સ, કોમેડી, એકશન વગેરે જોનર ની મુવીઝ સારું પ્રદર્શન કરી રહી છે, એવામાં ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ મુવીઝનું આવવું સોને પે સુહાગા જેવું છે, અજય દેવગણ ની સન ઓફ સરદાર 2 બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકવાની શક્યતાઓ છે.’

જયારે મુવી ક્રિટીક સુમિત કડેલ એ સન ઓફ સરદાર 2 ના રીવ્યુ આપ્યા છે, ‘સન ઓફ સરદાર 2 મુવીને સારી સ્ક્રીન અને શો મળ્યા છે, એડવાન્સ બુકીંગ પણ વધી રહ્યું છે, તેના ફેમિલી કોમેડી સ્ટાઇલ અને અજય દેવગણ સ્ટાર પાવરને કારણે નાના શહેરોમાં પણ સ્પોટ બુકીંગ થઇ શકે છે.

ફેમસ મુવી ક્રિટીક તરણ આદર્શે તૃપ્તિ ડીમરી અને સિદ્ધાર્થ ચતુર્વેદીની ધડક 2 ના રીવ્યુ આપ્યા છે, તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ મુવી શાનદાર છે, તેની સ્ક્રિપ સારી છે, સ્ટોરી દિલ જીતી લે એવી છે, અને બીજો પાર્ટ ઈમોશનલ કરી દે એવો છે, મુવીમાં સ્ટાર્સની એકટિંગ પણ સારી છે, ધડક 2 આમ તો સારી છે પણ એટલો હટકે સાઉન્ડ ટ્રેક નથી.

Web Title: Son of sardaar 2 vs dhadak 2 movie review in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×