scorecardresearch
Premium

Son of Sardaar 2 Duja Trailer | અજય દેવગણ ઉર્ફે જસ્સી ફસાઈ ગયો કે શું? જુઓ ટ્રેલર

સન ઓફ સરદાર 2 દુજાનું ટ્રેલર આઉટ | સન ઓફ સરદાર 2 અજય દેવગણ અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

સન ઑફ સરદાર 2 દુજાનું સત્તાવાર ટ્રેલર આઉટ
Son of Sardaar 2 Duja Trailer

Son of Sardaar 2 Duja Official Trailer Out | અજય દેવગણ (Ajay Devgn) અને મૃણાલ ઠાકુર (Mrunal Thakur) ની ઘણા સમયથી રાહ જોવાતી ફિલ્મ સન ઓફ સરદાર 2 (Son of Sardaar 2) ના નિર્માતાઓએ કોમેડી ડ્રામાનું ‘દુજા’ ટ્રેલર રિલીઝ કર્યું છે. બીજા ટ્રેલરમાં ગાંડપણ અને કોમેડીને બતાવામાં આવી છે. સન ઓફ સરદાર 2 નું પહેલું ટ્રેલર 14 જુલાઈના રોજ રિલીઝ થયું હતું.

સન ઓફ સરદાર 2 દુજા ટ્રેલર (Son of Sardaar 2 Duja Trailer)

અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટ્રેલર પોસ્ટ કર્યું અને લખ્યું, “લેટેસ્ટ અપડેટ હૈ….જસ્સી અબ ઓફિશિયલી હર તરહ સે ફસ ચૂકા હૈ ,દુજા ટ્રેલર હવે રિલીઝ! #SonOfSardaar2 1 ઓગસ્ટથી સિનેમાઘરોમાં!” જસ્સી ચાર મોટી સમસ્યાઓમાં ફસાઈ ગયો છે, ખોટા પ્રેમમાં પડવું, ચાર પાગલ સ્ત્રીઓ વચ્ચે ફસાઈ જવું, માફિયાઓ સાથે ફસાઈ જવું અને બેબે દા વાદા.’

“સન ઓફ સરદાર 2” નું ટ્રેલર “દુજા” સરદારની લાગણીઓ અને મૂંઝવણ પર કેન્દ્રિત છે, જે દર્શાવે છે કે હાર માનવી ક્યારેય કોઈ રસ્તો નથી. ટ્રેલર વિડીયો સોશિયલ મીડિયા પર રિલીઝ થયા બાદ ઘણા ચાહકોએ કમેન્ટ વિભાગમાં કોમેડી હુલ્લડ વિશે પોતાનો ઉત્સાહ શેર કર્યો. “રાજકુમારીના જન્મદિવસ પર ડબલ ધમાકો,” એક વ્યક્તિએ લખ્યું. “જસ્સી પક્કા આરા હૈ ના,” બીજા યુઝરે ટિપ્પણી કરી. “સન ઓફ સરદાર 2 સુપરહિટ થશે.’

ફિલ્મના પહેલા ટ્રેલરમાં તેમાં 2012 માં આવેલી ફિલ્મ ‘સન ઓફ સરદાર’નો મજબૂત ઉલ્લેખ હતો. બીજો ભાગ હવે સ્કોટલેન્ડમાં સેટ છે. ટ્રેલરમાં અજય પાકિસ્તાન પર કટાક્ષ કરતો જોવા મળ્યો હતો, અને આપણા દેશમાં બોમ્બ ફેંકવા બદલ તેની ટીકા કરતો હતો. બોર્ડર 2 માંથી સની દેઓલનો એક રસપ્રદ સંદર્ભ પણ છે.

સૈયારા મુવીની ભારે સફળતા બાદ આવી રહી છે આ રોમેન્ટિક ફિલ્મો

સન ઓફ સરદાર 2 કાસ્ટ (Son of Sardaar 2 Cast)

સન ઓફ સરદાર 2 નું ગીત “પહલા તુ દુજા તુ” અને તેના હૂક સ્ટેપ રિલીઝ થયા પછી વાયરલ થયા છે. વિજય કુમાર અરોરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રવિ કિશન, સંજય મિશ્રા, નીરુ બાજવા, ચંકી પાંડે, કુબ્રા સૈત, દીપક ડોબરિયાલ, વિંદુ દારા સિંહ, રોશની વાલિયા, શરત સક્સેના, અશ્વિની કાલસેકર, સાહિલ મહેતા અને સ્વર્ગસ્થ મુકુલ દેવનો સમાવેશ થાય છે.

સન ઓફ સરદાર 2 જિયો સ્ટુડિયો અને દેવગણ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત, દેવગન ફિલ્મ્સ અને SOS 2 લિમિટેડ દ્વારા નિર્મિત, સન ઓફ સરદાર 2 અજય દદેવગણ અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

Web Title: Son of sardaar 2 duja trailer and release date in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×