scorecardresearch
Premium

Sidharth kiara wedding Photos: સિદ્ધાર્થ કિયારાના રિસેપ્શનની પ્રથમ તસવીર, કપલ સિમ્પલ લુકમાં પણ છવાયા

Sidharth Kiara: નવપરિણીત સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન (Sidharth kiara wedding) ની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

સિદ્ધાર્થ-કિયારા
સિદ્ધાર્થ કિયારાના લગ્નની તસવીર

નવપરિણીત સિદ્ધાર્થ સિદ્ધાર્થ-કિયારા લગ્ન પછીના ફંક્શનમાં વ્યસ્ત છે. લગ્ન બાદ પરિવાર માટે દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. સિદ્ધાર્થ કિયારાના દિલ્હી રિસેપ્શનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ ફોટોમાં કિયારા અને સિદ્ધાર્થ ખૂબ જ સિમ્પલ લાગે છે. બંનેએ રિસેપ્શનમાં આવેલા મહેમાનો સાથે પોઝ આપ્યા હતા.

સિદ્ધાર્થના એક ચાહકે દિલ્હી રિસેપ્શનના કેટલીત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. રિસેપ્શનમાં સિદ્ધાર્થ અને કિયારા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. જોકે કિયારા હંમેશની જેમ સિમ્પલ લુકમાં અદભૂત લાગી રહી છે. કિયારાએ ઓફ વ્હાઈટ અનારકલી સૂટ પહેર્યો છે કિયારાએ તેની સાથે ગુલાબી રંગની શાલ પણ રાખી છે. અભિનેત્રીએ સિમપલ મેકઅપ સાથે તેના લુકને પૂર્ણ કર્યો છે. કિયારાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. બીજી તરફ, બંગડીઓ અને મહેંદી તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી રહી છે.

સિદ્ધાર્થના લુકની વાત કરીએ તો તે હંમેશાની જેમ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. બ્લુ ડેનિમ અને રેડ ફુલ ટી-શર્ટમાં સિદ્ધાર્થ હેન્ડસમ લાગે છે. અન્ય એક ફોટોમાં સિદ્ધાર્થ બ્લેક જેકેટ, બ્લુ ટી-શર્ટ અને કેપ પહેરેલો જોવા મળે છે. બંનેએ રિસેપ્શનમાં આવેલા મહેમાનો સાથે પોઝ આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં રિસેપ્શન બાદ સિદ્ધાર્થ-કિયારા મુંબઈ પહોંચી ગયા છે. બંનેએ તેમના મિત્રો અને બોલિવૂડ કલાકારો માટે 12 ફેબ્રુઆરી એટલે કે આજે મુંબઈમાં બીજું રિસેપ્શન રાખ્યું છે. આ ફંક્શન મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ સેન્ટ રેજીસમાં યોજાશે, જેમાં ઉદ્યોગ જગતના મોટા સ્ટાર્સ અને બિઝનેસમેન હાજરી આપશે.

Web Title: Sidharth malhotra and kiara advani wedding reception photos instagram reception place jaisalmer suryagadh

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×