scorecardresearch
Premium

sidharth kiara wedding Reception Photos: સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શનમાં શાનદાર એન્ટ્રી, જુઓ વીડિયો

Sidharth Kiara: નવપરિણીત સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંદ રિસેપ્શન (Sidharth kiara wedding) ની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શનમાં શાનદાર એન્ટ્રી
સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શનમાં શાનદાર એન્ટ્રી

ન્યૂલી મેરિડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ જેસલમેર ખાતે સૂર્યગઢ પેલેસમાં શાનદાર લગ્ન કરી ગઇકાલે 12 ફેબ્રુઆરીના રોજ બોલિવૂડ માટે ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું હતું. સિદ્ધાર્થ કિયારાના આ ગ્રાન્ડ રિસેપ્શનની પહેલી ઝલક સામે આવી છે. વેન્યૂને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીરલ ભિયાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે જે સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શન વેન્યૂનો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના નામ લખવામાં આવ્યા છે અને નામની આસપાસ સફેદ ફૂલ લગાવવામાં આવ્યા છે.

સિદ્ધાર્થ અને કિયારાનો પહેલો લેટર એટલે કે SK વેન્યૂના વેલકમ ગેટ પર લખાયેલો છે. આ જગ્યાને ફૂલો અને ગુલદસ્તાઓથી શણગારવામાં આવી છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ રિસેપ્શનની તૈયારીઓ કેટલી ખાસ છે. કપલનું રિસેપ્શન મુંબઈના સેન્ટ રેજીસમાં રાખવામાં આવ્યું છે.

મહેમાનોની વાત કરીએ તો આ ગ્રાન્ડ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મહેમાનોના આગમનની ચર્ચા છે. તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, શાહિદ કપૂર, મીરા રાજપૂત, ભૂષણ કુમાર અને કરણ જોહર, શિલ્પા શેટ્ટી, અનન્યા પાંડે, કરીના કપૂર ખાન, દીશા પટાની સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.

આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ કિયારા રિસેપ્શનમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. કિયારાએ વેસ્ટર્ન લોગ આઉટફિટ સાથે હેવી ડાયમંડની જવેલરી પહેરી હતી. તો સિદ્ધાર્થે કિયારાનું મેચિંગ બ્લેક બ્લેઝર કૈરી કર્યું હતું. રિસેપ્શનમાં સિદ્ધાર્થ કિયારાએ એકદમ ગ્રાન્ડ એન્ટ્રી પાડી હતી.

Web Title: Sidharth malhotra and kiara advani wedding reception photos instagram reception place jaisalmer suryagadh

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×