scorecardresearch
Premium

Shilpa Shetty | શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા મુશ્કેલીમાં, લાગ્યો છેતરપિંડીનો આરોપ

શિલ્પા શેટ્ટી સામે છેતરપિંડીનો કેસ | શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ રાજ કુન્દ્રા ભારે મુશ્કેલીમાં મુકાયા છે, આર્થિક ગુના શાખા (EOW) એ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના એક બિઝનેસમેન સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. કયા કારણે કેસ નોંધાયો?

શિલ્પા શેટ્ટી | રાજ કુંદ્રા | શિલ્પા શેટ્ટી સામે છેતરપિંડીનો કેસ | શિલ્પા શેટ્ટી સામે કેસ
shilpa shetty raj kundra cheating case

Shilpa Shetty Cheating Case | બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. શિલ્પા અને રાજ કુન્દ્રા પર (Raj Kundra) એક અજાણ્યા વ્યક્તિ સાથે મળીને 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ રાજ કુન્દ્રા ભારે મુશ્કેલીમાં મુકાયા છે, આર્થિક ગુના શાખા (EOW) એ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના એક બિઝનેસમેન સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. કયા કારણે કેસ નોંધાયો?

શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા વિરુદ્ધ કેમ થયો કેસ?

આ છેતરપિંડી તેની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન-કમ-રોકાણ સોદાના સંબંધમાં કરવામાં આવી હતી. જેના કારણે હવે અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

જો કે આ રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી કેસને આર્થિક ગુના વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ આ સમગ્ર કેસ નોંધવામાં આવ્યો છે. દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને એક NBFC, લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે.

શિલ્પા શેટ્ટીના વકીલે શું કહ્યું?

જોકે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. વકીલે કહ્યું કે આ એક પાયાવિહોણો અને દ્વેષપૂર્ણ કેસ છે જેનો હેતુ તેના ક્લાયન્ટ્સને બદનામ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે દોષિતો સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

આ મામલો શું છે?

ફરિયાદી દીપક કોઠારીએ જણાવ્યું હતું કે રાજેશ આર્ય નામના વ્યક્તિએ તેમને રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે પરિચય કરાવ્યો હતો, જેઓ હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા અને રાજ કુન્દ્રા કંપનીના 87.6% શેર ધરાવતા હતા. આરોપીઓએ કથિત રીતે 12 ટકા વ્યાજે ₹ 75 કરોડની લોન માંગી હતી, પરંતુ બાદમાં તેમને વધુ કરવેરાથી બચવા માટે નાણાંનું રોકાણ કરવા માટે સમજાવ્યા હતા, અને માસિક વળતર અને મૂળ રકમની ખાતરી પણ આપી હતી.

‘એક થા ટાઇગર’ દરમિયાન સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે થયા હતા મતભેદ, છતા ‘બજરંગી ભાઇજાન’ માં કામ કર્યું

ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેમણે એપ્રિલ 2015માં શેર સબસ્ક્રિપ્શન કરાર હેઠળ ₹ 31.9 કરોડ અને સપ્ટેમ્બર 2015માં પૂરક કરાર હેઠળ ₹ 28.53 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. FIRમાં જણાવાયું છે કે એપ્રિલ 2016માં વ્યક્તિગત ગેરંટી આપવા છતાં, શિલ્પા શેટ્ટીએ સપ્ટેમ્બર 2016માં ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ કોઠારીને પાછળથી ખબર પડી કે 2017માં બીજા કરાર પર ડિફોલ્ટ થવાને કારણે કંપની સામે નાદારીની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં, સમગ્ર મામલો તપાસ હેઠળ છે.

Web Title: Shilpa shetty raj kundra cheating case in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×