શિલ્પા શેટ્ટી બોલીવુડની હોટ ગર્લમાંથી એક માનવામાં આવે છે. શિલ્પા આજે 8 જુનના રોજ પોતાનો બર્થ ડે મનાવી રહી છે. તેમ છતાં આજે પણ શિલ્પા પોતાના હોટ ફિગર અને ફિટનેસ માટે ફેમસ છે. 90ના દાયકાની આ હિરોઈનની પ્રોફેશનલ લાઈફમાં હંમેશા હલચલ જોવા મળી છે. આવા સમયે તેણીના અંગત જીવનની ખૂબ ચર્ચા જોવા મળે છે. તે પોતાના અંગત જીવનની વાતો કોઈથી છુપાવતી નથી. એક એવો પણ સમય હતો કે શિલ્પા શેટ્ટી બોલીવુડ એક્ટર અક્ષય કુમારને પોતાનું દિલ આપી ચૂકી હતી. અક્ષય કુમાર પણ શિલ્પા શેટ્ટીને પસંદ કરતો હતો અને આ વાત તેઓ લોકો સમક્ષ રાખી ચૂક્યા હતા. જોકે બંને વચ્ચેનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહોતો અને ત્યારબાદ શિલ્પાએ અક્ષય કુમારને ચીટર પણ કહ્યો હતો.
ફિલ્મ ‘ધડકન’માં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ સાથે કામ કર્યું હતું. જે બાદ બંને ક્યારેય સાથે સ્ક્રીન પર જોવા મળ્યા નથી. શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમારની લવ સ્ટોરી વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ઈન્સાફના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. શિલ્પા અને અક્ષયની ઓફસ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને પસંદ આવવા લાગી હતી પરંતું વર્ષ 2000 સુધીમાં તે લોકોનું બ્રેકઅપ થઈ ગયું હતું. થોડા સમય બાદ શિલ્પા શેટ્ટી લોકોને કહ્યું હતું કે, અક્ષય કુમાર તેને ચીટ કરી રહ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન શિલ્પા શેટ્ટીએ સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યારે તેને અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના રિલેશનશિપ અંગે ખબર પડી ત્યારે તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી.
શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમાર અંગે વાત કરતા કહ્યું હતું કે, તેણે જે પણ કર્યું છે તે બાદ તે અક્ષય સાથે ફરી ક્યારેય કામ નહીં કરે, અક્ષય કુમારે મારો ઉપયોગ કર્યો છે અને કોઈ બીજી વ્યક્તિ મળતા તેને મને સરળતાથી છોડી દીધી હતી. હું અક્ષયથી ખૂબ નારાજ થઈ હતી. સાથે જ તેણે કહ્યું હતું કે આ વસ્તુઓમાંથી સરળતાથી બહાર નીકળી શકશે નહીં. ભૂતકાળને આટલો ઝડપથી ભૂલી જવો ખૂબ મુશ્કેલ છે. મને ખુશી છે કે મને આ વસ્તુઓમાંથી આગળ વધવાની હિંમત મળશે. આજે તે મારે માટે એક ભૂતકાળની ભુલ છે.