બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh khan) આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ છે. 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’એ વિશ્વભરમાં 900 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. ત્યારે રોમાન્સ કિંગની સુપરહિટ ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે’ વેલેન્ટાઇન ડે (Valentine day 2023) નિમિત્તે ફરી 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી છે. આ સંદર્ભે શાહરૂખ ખાની પ્રતિક્રિયા સામે આવી છે.
હકીકતમાં યશ રાજ ફિલ્મ્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘પઠાણ’ના પોસ્ટરનો કોલાજ શેર કરવામાં આવ્યો છે, જેના પર લખ્યું છે, ‘કુર્સી કી પેટી બંધા લો ડીડીએલજે ભી વપાસ આ ગયા હૈ.’ આ સાથે યશ રાજ ફિલ્મ્સે લખ્યું છે કે, તેણે 2 યુગની બ્લોકબસ્ટર્સ. ડીડીએલજે અને પઠાણ. આ વેલેન્ટાઈન વીક, તમારી નજીકના સિનેમાઘરોમાં ગ્રૈન્ડનેસના સાક્ષી બનો.
યશરાજ ફિલ્મ્સની આ પોસ્ટ પર શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી છે કે, ‘અરે યાર, હું આટલી મુશ્કેલી સાથે એક્શન હીરો બન્યો છું અને તમે રાજને પાછા લાવી રહ્યા છો… ઉફ્ફ. આ સ્પર્ધા મને મારી રહી છે. હું પઠાણને જોવા જઇ રહ્યો છું. રાજ તો ઘર કા હૈ’.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ વર્ષ 1995માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ સાથે કાજોલ લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ આદિત્ય ચોપરાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આજે પણ લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મનો શો છેલ્લા 27 વર્ષથી મુંબઈના મરાઠા મંદિરમાં ચાલી રહ્યો છે.