scorecardresearch
Premium

Shah Rukh Khan : શાહરૂખ ખાનને અપાઇ Y પ્લસ કેટેગરીની સુરક્ષા, જાણો કારણ

Shah rukh khan : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. રિપોર્ટ અનુસાર, શાહરૂખને હાલમાં જ કેટલીક ધમકીઓ મળી હતી જે બાદ હવે મહારાષ્ટ્ર સરકારે એમને Y+ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

Shah Rukh Khan| Shah Rukh Khan Y Plus Security| Shah Rukh Khan After Jawan and Pathan| Shah Rukh Khan Latest News
Shah Rukh Khan : શાહરૂખ ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી

Shah Rukh Khan latest News : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેતાએ એક વર્ષમાં બે બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ આપ્યા બાદ તેને ખત્તરો હોય શકે છે. તેથી કિંગ ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે બાદશાહને દરેક સમયે તેના અંગરક્ષકો તરીકે 6 પોલીસ કમાન્ડો મળશે. શસ્ત્ર બોડીગાર્ડ્સ મહારાષ્ટ્ર પોલીસના સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટના હશે.

શાહરૂખ ખાનને ખત્તરો હોવાની ધારણાને પગલે તેને સમગ્ર ભારતમાં સુરક્ષા પ્રદાશ થશે. તેમજ સુરક્ષાકર્મીઓ MP-5 મશીનગન, AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્લોક પિસ્તોલથી સજ્જ હશે. તેમના નિવાસસ્થાન કે જેનું નામ મન્નત છે તેના પર પણ ચાર હથિયારધારી પોલીસકર્મીઓ દ્વારા હંમેશા સુરક્ષા રાખવામાં આવશે. જો કે અભિનેતા પોતે જ તેની સુરક્ષા માટે ચૂકવણી કરશે. ભારતમાં, ખાનગી સુરક્ષા એજન્સીને અત્યાધુનિક હથિયારોથી સજ્જ કરી શકાતી નથી, તેથી જ તે પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા હોવી જોઈએ.

આ પણ વાંચો : Salman Khan : સલમાન ખાનએ મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર શેર કરી, ફેન્સમાં અટકળો તેજ, ભાઈ લગ્ન કન્ફર્મ?

મહત્વનું છે કે, શાહરૂખ ખાનની જવાને ભારતમાં રૂ. 618.83 કરોડ અને વૈશ્વિક સ્તરે રૂ. 1,103 કરોડની કમાણી કરી છે, જ્યારે પઠાણે ભારતમાં રૂ. 543.05 કરોડ અને વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 1,050.3 કરોડની કમાણી કરી હતી. ત્યારે શાહરૂખને તેની છેલ્લી બે ફિલ્મોની સફળતાને જોતાં, અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, કિંગ ખાનને જાનનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયુ છે.

આ પણ વાંચો : Gauri Khan Birthday: માત્ર પ્રોડક્શન હાઉસ જ નહીં, દુબઈમાં પણ છે 18000 કરોડ રૂપિયાનો બિઝનેસ! જાણો શાહરૂખ ખાનની પત્ની ગૌરી કેટલી અમીર છે?

આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની ત્રીજી આગામી ફિલ્મ ડંકી છે. આ ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ત્યારે શાહરૂખ ખાનને ધમકી મળે તે સ્વાભાવિક છે.

Web Title: Shah rukh khan y plus security after jawan and pathan movie success latest news mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×