બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ને કારણે સતત ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાને જવાનનું પ્રમોશન કર્યું નથી. તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો જવાન પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. જેને પગલે જવાનએ 11 દિવસમાં જોરદાર કમાણી કરી છે. આ વચ્ચે ફિલ્મ ક્રિટીક કમલ રાશિદ ખાનએ ‘જવાન’ના કલેક્શન અંગે મોટો દાવો કર્યો છે.
લોકોને માત્ર ફિલ્મની સ્ટોરી જ નહીં પરંતુ શાહરૂખ ખાનનું એક્શન અને ફિલ્મના ગીતો પણ પસંદ આવી રહ્યા છે. ત્યારે આ એક્શન થ્રિલરે માત્ર 11 દિવસમાં વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ રૂપિયા 1000 કરોડનો આંકડો પાર કરે તેવી સંભાવના છે.
‘જવાન’એ બીજા વીકેન્ડ પર પણ જોરદાર કમાણી કરીને બ્લોકબસ્ટર ફિલ્મો પઠાણ, ગદર 2, બાહુબલી 2ને પાછળ છોડી દીધી છે. દરેક લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન કમાલ રાશિદ ખાને શાહરૂખ ખાનની ફિલ્મના કલેક્શન અંગે ટ્વીટ કરીને મોટું નિવેદન આપ્યું છે.
KRKએ ટ્વિટ કરીને શું લખ્યું?
કેઆરકેએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘તમામ વિપક્ષી પક્ષ જવાનને જોરદાર રીતે પ્રમોટ કરી રહી છે, જે ફિલ્મને વધુ બિઝનેસ કરવામાં મદદ કરી રહી છે. હવે તે ચોક્કસપણે 600 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરશે. તેથી આ પહેલી હિન્દી ફિલ્મ હશે. ₹600 કરોડની ક્લબ. SRK રાજા હતો, રાજા છે અને રાજા રહેશે. બોલિવૂડને હચમચાવી નાંખ્યું.’
મહત્વનું છે કે, તાજેતરમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લોકને સવાલ કર્યો હતો કે,’શું તમે લોકોએ ‘જવાન’ ફિલ્મ જોઈ છે? મેં સાંભળ્યું છે કે તે ખૂબ જ સારી ફિલ્મ છે. તેમાં શાહરૂખ ખાન એક વાત કહે છે કે આગામી વખતે જ્યારે કોઈ વોટ માંગવા આવશે તો તેને પૂછો, શું તમે મારા બાળકોને સારું શિક્ષણ અપાવશો, શું તમે અમને સારી સારવાર અપાવશો? આજે 75 વર્ષ પછી તમે એકમાત્ર એવી પાર્ટી છે, જે કહે છે કે અમે તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું.’