scorecardresearch
Premium

Dunki Budget : છ વર્ષમાં પહેલીવાર આટલા ઓછા બજેટની ફિલ્મ કરી રહ્યો છે શાહરૂખ ખાન, ‘ડંકી’નું બજેટ જાણીને અચંબિત થઇ જશો

Dunki Budget : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની આગામી મુવી ડંકીને લઇને સતત ચર્ચામાં છે. શાહરૂખ ખાને છેલ્લા છ વર્ષમાં પહેલીવાર આટલા બજેટની ફિલ્મ કરી છે. ત્યારે ‘ડંકી’નું બજેટ જાણીને તમે અચંબિત થઇ જશો.

Dunki | Dunki Box OFfice Collection Day 6 | Dunki Collection | Shah Rukh Khan
શાહરૂખ ખાનની ડંકીએ છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

Dunki Budget : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન બહુચર્ચિત ફિલ્મ ‘ડિંકી’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા તેની ‘પઠાણ’ અને ‘જવાન’એ રેકોર્ડ બ્રેક કમાણી હતી. આ બંને ફિલ્મોના મોટા પાયે હતા. જ્યારે ડંકી ખુબ જ ઓછા બજેટમાં બની છે. શાહરૂખ ખાને છેલ્લા છ વર્ષમાં પહેલીવાર આટલા બજેટની ફિલ્મ કરી છે. ત્યારે ‘ડંકી’નું બજેટ જાણીને તમે અચંબિત થઇ જશો.

આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી કિંગ ખાનની ‘પઠાણ’ 250 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 638.98 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પછી ‘જવાન’ રિલીઝ થઇ હતી. તેણે કમાણીમાં ‘પઠાણ’નો રેકોર્ડ તોડી મબલક કમાણી કરી.

‘જવાન’એ વૈશ્વિક બોક્સ ઓફિસ પર રૂ. 1143.59 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે આ ફિલ્મ રૂ. 300 કરોડના કુલ બજેટમાં બની હતી. હવે જો શાહરૂખની આગામી ફિલ્મ ‘ડિંકી’ની વાત કરીએ તો તેનું બજેટ માત્ર 85 કરોડ રૂપિયા છે.

રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ‘ડંકી’નું બજેટ અન્ય ફિલ્મો કરતા ઘણું ઓછું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાને છેલ્લા છ વર્ષમાં જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાંથી આ ફિલ્મનું બજેટ સૌથી ઓછું છે.

આ પણ વાંચો : Koffe With Karan 8 Latest Episode : સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં કિયારા અડવાણી સંગ લગ્ન કર્યા પછી શું બદલાવ આવ્યો? એક્ટરે રસપ્રદ ખુલાસો કર્યો

મહત્વનું છે કે, શાહરૂખ ખાન ચાર વર્ષ પછી આ વર્ષે ‘પઠાણ’ સાથે મોટા પડદે પરત ફર્યો છે અને આ પુનરાગમન તેના માટે ખૂબ જ લકી સાબિત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નિર્માતાઓને આશા બંધાઇ છે કે, શાહરૂખની અન્ય બે ફિલ્મોની જેમ ‘ડિંકી’ પણ બોક્સ ઓફિસ પર કમાલ બતાવશે. ડંકી ક્રિસમસના અવસર પર 22મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ડંકીમાં શાહરૂખ ખાન અને તાપસી પન્નુ ઉપરાંત બોમન ઈરાની, વિકી કૌશલ, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે.

Web Title: Shah rukh khan dunki budget very low release date lutt putt gaya song js import mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×