શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન થોડા સમયથી સતત ચર્ચામાં છે. સુહાના ખાન ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા બોલિવૂડમાં પર્દાપર્ણ કરવા જઇ રહી છે. આ સિવાય સુહાના ખાન આંતરરાષ્ટ્રીય ફેમસ કોસ્મેટિક કંપની મેબલીનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ વચ્ચે હાલમાં સુહાના ખાને બધાને દંગ કરી દીધા છે. પ્રાપ્ત વિગત અનુસાર, સુહાના ખાને ખેતી માટે જમીન ખરીદી છે. એટલું જ નહીં તેણે પોતાને ખેડૂત પણ ગણાવી છે. જેની કિંમત સાંભળીને ખરેખર તમારા હોશ ઉડી જશે.
મળતી માહિતી અનુસાર, હાલમાં જ સુહાના ખાને ખેતી માટે દોઢ એકર જમીન રૂપિયા 12.91 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ ડીલ 1 જૂનના રોજ પાક્કી કરાઇ હતી. સુહાના ખાને જમીન માટે 77 લાખ 46 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ જમા કરી છે. સુહાના ખાને આ જમીન ત્રણ બહેન અંજલિ, રેખા અને પ્રિયા પાસેથી ખરીદી છે. સુહાના ખાને આ જમીન મહારાષ્ટ્રના ગોવા તરીકે ઓળખાતા અલીબાગમાં ખરીદી છે. જ્યાં શાહરૂખ પાસે પહેલાથી જ પ્રોપર્ટી છે. જો હિંદુસ્તાનના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો સુહાના ખાને દસ્તાવેજમાં પોતાને કિસાન દેખાડી છે.
સુહાના ખાનની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ધ આર્ચીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં સુહાના ખાનનો એકદમ અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમજ આ ફિલ્મમાં તમામ કલાકાર એકદમ યંગ અને નવા છે. ત્યારે દર્શકોને આ ફિલ્મ અવશ્ય પસંદ આવશે. આપને જણાવી દઇએ કે, ધ આર્ચીઝમાં સુહાના ખાન સાથે શ્રદેવીની પુત્રી ખુશી કપૂર પણ છે. ત્યારે ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે હજુ સુધી આ ધ આર્ચીઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.