scorecardresearch
Premium

શાહરૂખ ખાને એક ચાહકના પ્રશ્નનનો આપ્યો જોરદાર જવાબ, ‘યાદો સેવાનિવૃત…

Shah Rukh Khan: સોમવારે શાહરૂખે અચાનક પોતાના ફેન્સને 15 મિનિટના આસ્ક સેશન માટે આમંત્રિત કર્યા. શાહરૂખના બોલાવા પર ફેન્સે સવાલ કરવાના શરૂ કર્યાં.

Shah Rukh Khan Photo News
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ફાઇલ તસવીર

શાહરૂખ ખાનને ઈન્ડસ્ટ્રીના તે સિલેક્ટેડ એક્ટરોમાંથી એક ગણવામાં આવે છે, જે પોતાની હાજરજવાબીથી દિલ જીતી લે છે. શાહરૂખ કડવી લાગે તેવી વાતોનો પણ હસીને એવો જવાબ આપે છે કે સાંભળનારને પણ ખરાબ લાગતુ નથી અને જે કહેવાનું હોય તે કહી પણ દે છે.

કિંગ ખાનની આ સ્ટાઈલ મોટાભાગે સોશિયલ મીડિયામાં ત્યારે દેખાય છે, જ્યારે તેઓ પોતાના ફેન્સ અને ફોલોઅર્સની સાથે ઈન્ટરએક્શન કરે છે. સોમવારે શાહરૂખે અચાનક પોતાના ફેન્સને 15 મિનિટના આસ્ક સેશન માટે આમંત્રિત કર્યા. શાહરૂખના બોલાવા પર ફેન્સે સવાલ કરવાના શરૂ કર્યાં.

કિંગ ખાનને એક ફેને પૂછ્યું, શું તે કોઈ એવી વ્યક્તિ છે જે ભૂતકાળ વિશે નોસ્ટાલ્જિક થઈ જાય છે? આ સવાલનો જવાબ આપતા શાહરૂખ ખાને કહ્યું કે, “ના, હું આ વર્તમાનમાં જીવું છું. યાદો નિવૃત્ત લોકો માટે છે.”

આ સાથે એક ફેને એક ફેને કિંગ ખાનને પૂછ્યું- તમારી પાસે શાં માટે માત્ર 15 મિનિટ જ હોય છે, ભાભી તમારી પાસે જ ઘરનું કામ કરાવે છે? આ સવાલ પર શાહરૂખે લખ્યું- પુત્ર, તારી કહાની અમને ન સંભળાવ, જઈને ઘરની સાફ સફાઈ કર.

એક ફેને લખ્યું- જવાનનું ટ્રેલર ક્યારે આવશે? અને મને શાં માટે એવું લાગી રહ્યું છે કે જવાનનું વધુ પ્રમોશન કરવામાં આવી રહ્યું નથી. તેના જવાબમાં શાહરૂખે લખ્યું- તમે જવાન વિશે પુછી રહ્યાં છે, એ તે બાબતનું પ્રમાણ છે કે ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Adipurush: હનુમાનજીની બાજુની સીટ પર બેસી ‘આદિપુરુષ’ જોવા મોંઘી ટિકિટ ખરીદવી પડશે? પ્રત્યેક શોમાં બજરંગબલી માટે એક સીટ રિઝર્વ

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 12 જૂનના રોજ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પોસ્ટર રિલીઝ કરી દેવાયું છે, જ્યારે આર્યન ખાન સ્ટારડમ નામની વેબ સીરિઝની સ્ક્રિપ્ટ અને તેનું નિર્દેશિત કરી રહ્યો છે. આ તકે શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેને પિતા તરીકે સુહાના ખાન પર ગર્વ છે, પરંતુ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ધ આર્ચીઝને લઇને વધુ ઉત્સાહિત છે.

Web Title: Shah rukh khan asksrk twitter new movie bollywood news

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×