scorecardresearch
Premium

શાહરૂખ ખાને નવા સંસદ ભવનનો વીડિયો શેર કર્યો, પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું…’નવી ઇમારત લોકશાહીની તાકાત અને પ્રગતિનું પ્રતીક’

Shah Rukh khan: પરસ્ટાર શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિત રજનીકાંતે પીએમને નવા સંસદ ભવનનો વીડિયો રિટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

shah rukh khan new parliament building prime minister narendra modi
શાહરૂખ ખાને નવા સંસદ ભવનનો વીડિયો શેર કર્યો, પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 મેના રોજ નવા સંસદ ભવનનું લોકાપર્ણ કરશે.પીએમ મોદીએ 26 મેના રોજ નવી સંસદ ભવનની એક ઝલક શેર કરી હતી. એક વીડિયો શેર કરતા મોદીએ લખ્યું, “નવી સંસદ ભવન દરેક ભારતીયને ગર્વ કરાવશે. આ વીડિયો આ આઇકોનિક બિલ્ડિંગની ઝલક આપે છે. મારી એક ખાસ વિનંતી છે – તમારા વિચારો વ્યક્ત કરવા માટે આ વીડિયો તમારા પોતાના વોઇસ ઓવર સાથે શેર કરો. હું તેમાંથી કેટલાકને રીટ્વીટ કરીશ.” આ પછી સુપરસ્ટાર શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિત રજનીકાંતે પીએમને અભિનંદન પાઠવ્યા હતા અને નવા સંસદ ભવનને પ્રોત્સાહન આપ્યું.

શાહરૂખ અને અક્ષયે પીએમ દ્વારા શેર કરેલા વીડિયોમાં તેમના વૉઇસઓવર ઉમેર્યા હતા, જ્યારે રજનીકાંતે બિલ્ડિંગમાં તમિલિયન પ્રતીક ઉમેરવા બદલ તેમનો આભાર માન્યો હતો. ત્યારે હવે પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે.

નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નવી ઇમારત ‘લોકશાહીની તાકાત અને પ્રગતિનું પ્રતીક’ છે. પીએમ મોદી શાહરૂખ અને અક્ષયના વોઇસ ઓવરની પણ પ્રશંસા કરી, જેણે લોકોમાં ગર્વની લાગણી વ્યક્ત કરવામાં મદદ કરી.

શાહરૂખ ખાન નવા સંસદ ભવનના વીડિયોમાં કહેતા સંભળાય છે કે, નયા સંસદ ભવન, આપણી આશાઓનું નવું ઘર, આપણા બંધારણ સમર્થન કરનારા લોકો માટે એક ધર જ્યાં 140 કરોડ ભારતીય એક પરિવાર બનીય જાય છે. આ નવું ઘર એટલું વિશાળ હોય જેમાં દેશના દરેક ગામ, શહેર અને દેશના ખુણેથી દરેક માટે જગ્યા હોય. નવા ઘરની ભુજાયે તમામ જાતિ, સંપ્રદાય અને ધર્મોના લોકો હગ કરે. એવું કહેવાય છે કે, સંસદ એ છે જ્યાં શરીર માટે આત્મા સમાન હોય. મારી હાર્દિક પ્રાર્થના છે કે લોકતંત્રની આત્મા તેના નવા ઘરમાં મજબૂત હોય.

ખાને નવા સંસદ ભવનનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “જે લોકો આપણા બંધારણને સમર્થન આપે છે, આ મહાન રાષ્ટ્રના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની વિવિધતાનું રક્ષણ કરે છે તેમના માટે કેવું અદ્ભુત નવું ઘર છે, એક માણસ નરેન્દ્ર મોદીજી.” નવા ભારત માટે નવું સંસદ ભવન પરંતુ ભારતના ગૌરવના વર્ષો જૂના સ્વપ્ન સાથે. જય હિંદ!”

શાહરૂખની પોસ્ટ પર પીએમએ જવાબ આપ્યો, “સુંદરતાથી વ્યક્ત! નવું સંસદ ભવન લોકતાંત્રિક શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે. તે પરંપરાને આધુનિકતા સાથે જોડે છે.”

અક્ષય કુમારે નવા સંસદ ભવનને ‘ભારતની વિકાસગાથાનું પ્રતિકાત્મક પ્રતીક’ ગણાવ્યું. દરેક ભારતીયને દેશની પ્રગતિ પર ગર્વ છે, તે પોતાની ખુશીને સમાવી શકતો નથી. દિલ્હીમાં તેમના બાળપણને યાદ કરતાં, તેમણે હિન્દીમાં આગળ કહ્યું, “જ્યારે હું મારા માતા-પિતા સાથે ઇન્ડિયા ગેટની મુલાકાત લેતો હતો, ત્યારે આસપાસની મોટાભાગની ઇમારતો અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી. પરંતુ આ એક નવું ભારત છે, એક ભવ્ય નવું ભારત છે અને મારું હૃદય ગર્વથી ગદગદ થઇ જાય છે. સંસદ લોકશાહીનું મંદિર અને નવા ભારતનું પ્રતીક છે. આજનો દિવસ આપણા માટે ગર્વની ક્ષણ છે.

અક્ષયનો આ વીડિયો વડાપ્રધાન દ્વારા રિટ્વિટ કરવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું, “તમે તમારા વિચારો ખૂબ જ સારી રીતે વ્યક્ત કર્યા છે. આપણી નવી સંસદ ખરેખર લોકશાહીનો પ્રકાસ સત્ંભ છે. તે દેશનો સમૃદ્ધ વારસો અને ભવિષ્ય માટેની ગતિશીલ આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

“તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક – રાજદંડ – ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. રજનીકાંતે તમિલમાં ટ્વીટ કર્યું. પીએમ મોદીએ એ જ ભાષામાં જવાબ આપ્યો, “સમગ્ર રાષ્ટ્રને તમિલનાડુની ભવ્ય સંસ્કૃતિ પર ગર્વ છે. આ મહાન રાજ્યની સંસ્કૃતિને નવી સંસદની ઇમારતમાં ગૌરવ અપાતી જોઈને ખરેખર આનંદ થાય છે. #MyParliamentMyPride “

ઉલ્લેખનીય છે કે, નવા સંસદ ભવનનું નિર્માણ જાન્યુઆરી 2021માં શરૂ થયું, જ્યારે મોદીએ 10 ડિસેમ્બર, 2020ના રોજ શિલાન્યાસ કર્યો અને ભૂમિપૂજન કર્યું હતું.

આ પણ વાંચો: Anushka Sharma : હું હાલ વધુ ફિલ્મો કરવા માંગતી નથી કારણ કે, મારી દીકરીને…

64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી નવી ઇમારતમાં લોકસભા અને રાજ્યસભાની મોટી ચેમ્બર છે. વર્તમાન બિલ્ડીંગમાં લોકસભાની કુલ બેઠક ક્ષમતા 543થી વધીને 888 થશે અને રાજ્યસભામાં 250થી 384 સુધી. લોકસભા ચેમ્બર 1,272 બેઠકો સુધી વધારાની બેઠકો માટે સક્ષમ હશે. નવી ઇમારતમાં સેન્ટ્રલ હોલ નથી અને નવી લોકસભા ચેમ્બરનો ઉપયોગ સંયુક્ત બેઠકો માટે કરવામાં આવશે.

ડિસ્કલેમર: આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Shah rukh khan akshay kumar rajnikanth promote new parliament building prime minister narendra modi

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×