scorecardresearch
Premium

ભારતની સરગમ કૌશલે 21 વર્ષ બાદ મિસિસ વર્લ્ડનો ખિતાબ સરતાજ કરી રચ્યો ઇતિહાસ, 60 દેશોની સહભાગીઓને છોડી પાછળ

Sargam Koushal: ભારતની સરગમ (Sargam Koushal) કૌશલે 21 વર્ષ બાદ મિસિસ વર્લ્ડનો (Mrs World 2022) ખિતાબ જીતી દેશને ગૌરવની અનુભૂતિ કરાવી છે. આવો જોણીએ કોણ છે સરગમ કૌશલ?

કોણ છે સરગમ કૌશલ?
કોણ છે સરગમ કૌશલ?

અમેરિકામાં આયોજીત મિસિસ વર્લ્ડ (Mrs World) 2022નો તાજ ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સરગમ કૌશલે (Sargam Kaushal) સરતાજ કર્યો છે. સરગમ કૌશલે 62 દેશોની સુંદર પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી મિસિસ વર્લ્ડનો તાજ પોતાને નામે કર્યો છે. ભારતની સરગમ કૌશલે 21 વર્ષ બાદ મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતી દેશને ગૌરવની અનુભૂતિ કરાવી છે. આવો જોણીએ કોણ છે સરગમ કૌશલ?

સરગમ કૌશલ મૂળ જમ્મૂ-કાશ્મીરની રહેવાસી છે. મિસિસ વર્લ્ડ 2022 સરગમ કૌશલ મોડેલ અને ટીચર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરગમના સરગમના લગ્ન ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર આદિત્ય મનોહર શર્મા સાથે થયા છે. સરગમ વર્ષ 2018થી મોડલિંગ કરી રહી છે. એ જ વર્ષે સરગમે મુંબઈમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ જીત્યો હતો. જે બાદ તે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

લગ્ન બાદ પણ સરગમ કૌશલે તેનું સપનું પુરૂ કરી આજે તે દેશની લાખો મહિલાઓ માટે પ્રેરણા બની છે. તમને જણાવી દઇએ કે સરગમ કૌશલે લગ્ન બાદ પણ મોડલિંગ કરવાનું યથાવત રાખ્યું હતું.

સરગમનો તાજ જીત્યા બાદ 21 વર્ષ પહેલા ટાઈટલ જીતનાર અદિતિ ગોવિત્રિકરે સરગમને અભિનંદન પાઠવ્યા હતા. જમ્મુથી પોતાનું શિક્ષણ પૂર્ણ કરનાર સરગમ મિસિસ વર્લ્ડના ટાઈટલ દરમિયાન પોતાના સુંદર દેખાવના કારણે પણ ચર્ચામાં રહી હતી. તે રાષ્ટ્રીય પોશાક માટે મોર પ્રેરિત ડ્રેસમાં અદભૂત દેખાતી હતી. ફાઈનલ રાઉન્ડ માટે તૈયાર થયેલી સરગમે ગુલાબી રંગનો ગાઉન પસંદ કર્યો હતો.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર સરગમે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં લોકોની પ્રશંસા મેળવી હતી. સરગમ સફેદ રંગના કુર્તા સાથે સંપૂર્ણ પરંપરાગત શૈલીમાં સજ્જ હતી અને તેના પર હાથની ભરતકામ કરવામાં આવી હતી. સરગમે તેના દરેક લુકથી લોકોને પ્રભાવિત કર્યા હતા. સ્પર્ધાના પ્રસંગે, સરગમ ઘણી વખત આધુનિક ટચ સાથે એથનિક વસ્ત્રો પહેરેલી જોવા મળી હતી. ટ્યુબ ડિઝાઈનના બ્લાઉઝ સાથે લોન્ગ સ્કર્ટમાં સજ્જ સરગમનો લુક ખૂબસૂરત લાગી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મિસિસ વર્લ્ડ સ્પર્ધાની જ્યુરી પેનલમાં ભારતીય સ્ટાર્સના નામ સામેલ છે. કલાકારો વિવેક ઓબેરોય, સોહા અલી ખાન, અદિતિ ગોવિત્રીકર અને મોહમ્મદ અઝહરુદ્દીન છે.

Web Title: Sargam koushal wins title of mrs world 2022 after 21 years biography news insragram

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×