scorecardresearch
Premium

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તની ક્રિપ્ટીક પોસ્ટ, પરિવાર પર સાધ્યું નિશાન? શું પિતા પુત્રીના સંબંધ બગડ્યા?

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તની ક્રિપ્ટીક પોસ્ટ | ત્રિશલા દત્તે (Trishala Dutt) તેની સોશિયલ મીડિયાની ક્રિપ્ટીક સ્ટોરીમાં ભાર મૂક્યો કે પરિવાર “દુર્વ્યવહાર કરવાનો મુક્ત માર્ગ નથી” અહીં જાણો તેણે લોહીના સંબંધ વિશે શું લખ્યું? શું પિતા સંજય દત્ત અને પુત્રી ત્રિશલા દત્તના સંબંધ બગડ્યા? જાણો

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તની ક્રિપ્ટીક પોસ્ટ | સંજય દત્તની પુત્રી | સંજય દત્તની પુત્રીએ પેરેન્ટીંગ પર પોસ્ટ
Sanjay Dutt With daughter Trishala Dutt

Sanjay Dutt Daughter Trishala Dutt Cryptic Post | બોલીવુડ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt) ની પુત્રી ત્રિશલા દત્તે (Trishala Dutt) 25 ઓગસ્ટએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક ક્રિપ્ટીક નોટ શેર કરી હતી. તેણે “ચાલાકી થી કંટ્રોલ કરતા લોકો” લોકો અને પોતાના પરિવારના “માનસિક સ્વાસ્થ્ય” કરતાં “ઇમેજ” પસંદ કરવા વિશે લખ્યું હતું.

ત્રિશલા દત્તે (Trishala Dutt) તેની સોશિયલ મીડિયાની ક્રિપ્ટીક સ્ટોરીમાં ભાર મૂક્યો કે પરિવાર “દુર્વ્યવહાર કરવાનો મુક્ત માર્ગ નથી” અહીં જાણો તેણે લોહીના સંબંધ વિશે શું લખ્યું? શું પિતા સંજય દત્ત અને પુત્રી ત્રિશલા દત્તના સંબંધ બગડ્યા? જાણો

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તએ ક્રિપ્ટીક નોટ શેર કરી

ત્રિશલા દત્તએ નોટમાં એ પણ લખ્યું હતું કે, “દરેક લોહીના સંબંધનું તમારા જીવનમાં સ્થાન હોવું જોઈએ નહીં. ક્યારેક સૌથી વધુ કંટાળાજનક, ઉપેક્ષિત લોકો આપણા પોતાના પરિવાર હોય છે, તમને તમારી શાંતિ જાળવવાની સ્વતંત્રતા છે. તમારી પાસે ઓછો સંપર્ક રાખવાની અથવા બિલકુલ સંપર્ક ન કરવાની સ્વતંત્રતા છે. તમારી પાસે પરિવારની ઇમેજ જાળવવા કરતાં તમારા માનસિક સ્વાસ્થ્યને પસંદ કરવાની સ્વતંત્રતા છે.”

ત્રિશલાએ વધુમાં લખ્યું કે બાળકોને એવા માતાપિતાથી દૂર રહેવાની સ્વતંત્રતા છે જે તેમનો ‘દુરુપયોગ’ કરે છે અને ‘દોષિત’ લાગે છે. ત્રિશલાએ ઉમેર્યું કે, “કારણ કે ‘પરિવાર’ તમને દુર્વ્યવહાર કરવા, ચાલાકી કરવા અથવા દોષિત ઠેરવવાની છૂટ આપતું નથી. તમારે એવી વ્યક્તિ સુધી સંપર્ક રાખવાની જરૂર નથી જે તમને દુઃખ પહોંચાડે છે ભલે તેમણે તમારો ઉછેર કર્યો હોય. જ્યારે માતાપિતા દુનિયામાં રહેવા કરતાં પરિવાર કેવો દેખાય છે તેની વધુ ચિંતા કરે છે, ત્યારે તે એક સમસ્યા છે.’

Param Sundari । જાન્હવી કપૂર સિદ્ધાર્થ મલ્હોત્રા ની પરમ સુંદરી નું મ્યુઝિક લોન્ચ, સોનુ નિગમ શ્રેયા ઘોષાલ રહ્યા હાજર

ત્રિશલા દત્ત વિશે

ત્રિશલા દત્તએ સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની પુત્રી છે. ત્રિશલાનો જન્મ 1988 માં થયો હતો અને 1996 માં મગજની ગાંઠને કારણે તેની માતા રિચા શર્માના અવસાન બાદ તે અમેરિકામાં તેના નાના-નાની સાથે રહેતી હતી. સંજયે 1998 માં રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા હતા. 2008 માં છૂટાછેડા બાદ તેણે માન્યતા સાથે લગ્ન કર્યા હતા. આ કપલને જોડિયા બાળકો છે, એક પુત્ર શાહરાન અને એક પુત્રી ઇકરા.

સંજય દત્ત છેલ્લે અક્ષય કુમારની ‘હાઉસફુલ 5’માં જોવા મળ્યો હતો. તે આગામી સમયમાં કન્નડ ફિલ્મ ‘કેડી: ધ ડેવિલ’ અને તેલુગુ મુવીઝ ‘ધ રાજા સાબ’ અને ‘અખંડ 2’માં જોવા મળશે. તેની આગામી ફિલ્મો ‘ધુરંધર’ અને ‘બાગી 4’ના ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયા હતા.

Web Title: Sanjay dutt daughter trishala dutt cryptic post news in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×