scorecardresearch
Premium

Samantha Ruth On Vacation | સમન્થા રૂથ પ્રભુ રૂમરડ બોયફ્રેન્ડ સાથે વેકેશન પર? ફોટોઝ જુઓ

સામંથા રૂથ પ્રભુ છેલ્લે વર્ષ 2023 માં ખુશી મુવીમાં જોવા મળી હતી, ત્યારબાદ સામંથા રૂથ પ્રભુ છેલ્લે ગયા વર્ષે વેબસીરીઝ એમેઝોન પ્રાઇમ શો સિટાડેલ: હની બનીમાં પણ અભિનય કર્યો હતો. તાજતેરમાં તે તેના પોડકાસ્ટમાં વ્યસ્ત છે.

સમન્થા રૂથ પ્રભુ રૂમરડ બોયફ્રેન્ડ સાથે વેકેશન પર | Samantha Ruth Prabhu vacation photos
Samantha Ruth Prabhu vacation photos | સમન્થા રૂથ પ્રભુ રૂમરડ બોયફ્રેન્ડ સાથે વેકેશન પર? ફોટોઝ જુઓ

Samantha Ruth On Vacation |સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના યુએસએ વેકેશનની ઝલક શેર કરી છે. તેણી મિત્રો સાથે મસ્તી કરતી અને તેના મનપસંદ ખોરાકનો આનંદ માણતી જોવા મળી હતી. પરંતુ, આ સાથે, કંઈક એવું જોવા મળ્યું જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. અહીં જુઓ

સામંથા રૂથ પ્રભુ લેટેસ્ટ પોસ્ટ (Samantha Ruth Prabhu Latest Post)

સામંથાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેણે ડેટ્રોઇટ વેકેશનના ફોટા શેર કર્યા છે. એક ફોટામાં તેનો રૂમરડ બોયફ્રેન્ડ રાજ નિદિમોરુ પણ સામંથા સાથે જોવા મળી રહ્યો છે. બંનેની તસવીર એવી સ્ટાઇલમાં છે કે લોકો તેમના સંબંધો વિશે અટકળો લગાવી રહ્યા છે. ઉપરાંત, લોકો સામંથાને પૂછી રહ્યા છે કે શું તેણે રાજ સાથેના સંબંધોને સત્તાવાર બનાવ્યા છે?

સામન્થા રૂથ પ્રભુ જ રસ્તા પર સાથે ચાલતી જોવા મળી હતી, તે ઘણા સુંદર ફોટા શેર કર્યા છે. તે એક રેસ્ટોરન્ટમાં બેઠી હસતી જોવા મળી રહી છે. કેટલાક ફોટામાં, તે એક સુંદર લોકેશન પર પોઝ આપતી જોવા મળી રહી છે. એક ફોટામાં, સામન્થા અને રાજ નિદિમોરુ રસ્તા પર ચાલતા જોઈ શકાય છે. આ દરમિયાન, બંને એકબીજા સાથે રસ્તામાં પોઝ આપતા જોવા મળ્યા છે. આ જોઈને, તેમના ડેટિંગની અટકળો શરૂ થઈ ગઈ છે.

સામન્થા રૂથ પ્રભુ શું કહે છે?

સામન્થા રૂથ પ્રભુ અને રાજ અત્યાર સુધી તેમના ડેટિંગની અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે. બંનેએ તેનો ઇનકાર કર્યો નથી કે ન તો કોઈ પ્રતિક્રિયા આપી છે. આ પોસ્ટે તેમના અફેરના સમાચારોને વધુ વેગ આપ્યો છે. હાલમાં ચાહકો તેને પૂછી રહ્યા છે કે શું તેણે રાજ સાથે ડેટિંગને સત્તાવાર બનાવી છે.

સામન્થા રૂથ પ્રભુ મૂવીઝ (Samantha Ruth Prabhu Movies)

સામંથા રૂથ પ્રભુ છેલ્લે વર્ષ 2023 માં ખુશી મુવીમાં જોવા મળી હતી, ત્યારબાદ સામંથા રૂથ પ્રભુ છેલ્લે ગયા વર્ષે વેબસીરીઝ એમેઝોન પ્રાઇમ શો સિટાડેલ: હની બનીમાં પણ અભિનય કર્યો હતો. તાજતેરમાં તે તેના પોડકાસ્ટમાં વ્યસ્ત છે.

Web Title: Samantha ruth on vacation with rumoured boyfriend photos latest post sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×