બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન વર્ષોથી કાળા હરણ કેસને લઈ ચર્ચામાં છે. આ કેસમાં તેને જેલમાં જવાનો પણ વારો આવ્યો છે. આવામાં વર્ષ 2018થી તેને બિશ્નોઈ ગેંગથી સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તેના ઘરની બહાર ફાયરિંગ પણ કરવામાં આવ્યું. ઈ-મેલ અને લેટર્સ દ્વારા મારવાની ધમકીઓ મળી. તાજેતરમાં જ તેના નજીકન દોસ્ત અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. બિશ્નોઈ ગેંગનું માનવું છે કે, તેને કાળા હરણનો શિકાર કર્યો છે. આવામાં સલમાન ખાનનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પ્રથમવાર આ આખા મામલે વાત કરતો જોઈ શકાય છે. આ વીડિયોના સામે આવ્યા બાદ લોકોનું કહેવું છે કે તે કોઈનું નામ સંતાડી રહ્યો છે.
ખરેખરમાં બિશ્નોઈ ગેંગથી ધમકી અને કાળા હરણ કેસને લઈ ચર્ચામાં રહેલા સલમાન ખાનના વિવાદો વચ્ચે તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં તે કાળા હરણ શિકારને લઈ વાત કરતો નજર આવી રહ્યો છે. તે કહે છે કે આ એક લાંબી કહાણી છે અને કાળા હરણને મારનાર તેઓ પોતે નથી. સલમાન ખાનને પૂછવામાં આવે છે કે તે નથી તો કોણ છે અને તેમણે ક્યારેય કોઈની સામે આંગળી કેમ ચીંધી નહીં. તેના પર તે કહે છે કે, તેનો કોઈ મતલબ નથી.
આ પણ વાંચો: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ સોમી અલીનું નિવેદન,’હું નવેમ્બરમાં લોરેન્સ બિશ્નોઈને મળીશ’
‘કોઈને પણ એક ટકાનું સત્ય ખબર નથી’
સલમાન ખાન આગળ કહે છે કે તેના પર ઘણા આરોપો લાગ્યા. શિકારનો કેસ, આ કેસ તે કેસ, ગેરવર્તન કરે છે, મારામારી કરે છે. તે દાવા કરે છે કે કોઈને પણ એક ટકાનું સત્ય ખબર નથી. સલમાન ખાનનું કહેવું છે કે, તે વસ્તુઓને બોલી શક્તો નથી અને નહીં બોલે. ઈન્ટરવ્યૂઅરે કહ્યું કે તે જાણી જોઈને ચૂપ છે? તેના પર તે હામી ભરતા કહે છે કે તે કોઈના વિશે બોલવા માંગતો નથી. તેને જરૂરીયાત નથી અને ન તો તે બોલશે. આ દરમિયાન તેણે પોતાની લોયલ્ટીની પણ વાત કરી. તેણે કહ્યું કે તે કોઈનું નામ નહીં લે. તેનું માનવું છે કે કોઈને પણ કોઈના વિશે બોલવાનો અધિકાર નથી હોતો. તેનું કહેવું છે કે, જો આમાં કોઈ સામેલ છે તો તેમને કોઈ અધિકાર નથી કે તેઓ આ વિશે બોલે.
આ પછી ઈન્ટરવ્યૂઅર દ્વારા પૂછવામાં આવે છે કે, શું તે કર્મના ફળમાં વિશ્વાસ રાખે છે? આ અંગે સલમાન ખાન જવાબ આપે છે કે બિલ્કુલ કરૂ છું અને તેનું માનવું છે કે જો તે કંઈ ખોટુ કરે છે તો આગામી દિવસે તેનું નક્સાન તેને ભોગવવું જ પડે છે.
લોકોએ પ્રતિક્રિયા આપી
તમને જણાવી દઈએ કે, સલમાન ખાન સાથે જોડાયેલ કાળા હરણનો કેસ વર્ષ 1998નો છે. આ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાનનો મામલો છે. તેના શૂટિંગ માટે સોનાલી બેન્દ્રે, સલમાન ખાન, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર સહિત અન્ય સ્ટાર્સ શૂટિંગ માટે જોધપુર ગયા હતા. આ દરમિયાન કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. આવામાં આ વીડિયો સામે આવ્યા બાદ લોકો કયાસ લગાવી રહ્યા છે કે સલમાન નહીં તો સૈફ અલી ખાન અથવા તબ્બૂએ માર્યું હશે. આ સાથે જ ઘણા લોકોએ સલમાનને સેલ્યૂટ કર્યું કે તેણે બીજાનો ગુનો પોતાના પર લઈ લીધો. જોકે આ તમામ પ્રતિક્રિયા પર કોઈ સ્ટાર્સની પ્રતિક્રિયા સામે આવી નથી અને ન તો સલમાન ખાને કંઈ કહ્યું છે. પરંતુ આ ક્લિપ બાદ એવું જરૂરથી કહેવામાં આવી રહ્યું છે કે કોઈને બચાવવાની કોશિશ થઈ રહી છે.
જોકે હાલમાં સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે દિવાળીના અવસરે ફિલ્મ ‘સિંઘમ અગેન’માં કિમીયો કરતા નજર આવશે. ખબર છે કે તેણે સુરક્ષા કારણોસર તેનું શૂટિંગ પણ મુંબઈમાં કર્યું છે. આ સિવાય એક્ટર ‘સિકંદર’માં પણ જોવા મળશે. જોકે સુરક્ષાને જોતા તેના શૂટિંગને પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે.