scorecardresearch
Premium

Saiyaara Box Office Collection Day 4 | સૈયારાનો જાદુ ચોથા દિવસે પણ ચાલુ, અહાન પાંડે અનિત પદ્દા મુવી 100 કરોડ ક્લબમાં સામેલ

સૈયારા મુવી | સૈયારા( Saiyaara) ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. યશ રાજ ફિલ્મ્સે ફિલ્મના બ્લોકબસ્ટર બોક્સ ઓફિસ કલેક્શન પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દર્શકોનો આભાર માન્યો છે.

સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન ડે 4
Saiyaara Box Office Collection Day 4

Saiyaara Movie | સૈયારા (saiyaara) મુવી મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પદ્દા (Aneet Padda) અભિનીત આ ફિલ્મ 18 જુલાઈ, 2025 ના રોજ રિલીઝ થઈ હતી અને ચોથા દિવસે એટલે કે સોમવારે પણ સારી કમાણી કરતી રહી હતી.

સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 (Saiyaara Box Office Collection Day 4)

સૈયારા એ પહેલા સોમવારે 22.50 કરોડ રૂપિયા કલેક્શન કર્યા છે. આ સાથે, ફિલ્મનું કુલ નેટ કલેક્શન 105.75 કરોડ રૂપિયા થઈ ગયું છે. સૈયારા એ અઠવાડિયાના દિવસોમાં પણ ડબલ ડિજિટમાં કમાણી કરી છે.

આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. યશ રાજ ફિલ્મ્સે ફિલ્મના બ્લોકબસ્ટર બોક્સ ઓફિસ કલેક્શન પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દર્શકોનો આભાર માન્યો છે.

સૈયારા મુવી સ્ટોરી (Saiyaara Movie Story)

સૈયારાની સ્ટોરી વાણી (અનિત પદ્દા) અને ક્રિશ (અહાન પાંડે) ની લવસ્ટોરી પર આધારિત છે, જેમાં પ્રેમ, હાર્ટબ્રેક અને જીવનના પડકારો વિશે કહેવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત, ખાસ કરીને તેનું ટાઇટલ ટ્રેક, દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. સોમવારે, ફિલ્મનો હિન્દી ઓક્યુપન્સી 31.39% હતો, જેમાં સૌથી વધુ 58% દર્શકો જયપુરમાં તેને જોવા આવ્યા હતા.

સૈયારા એ અત્યાર સુધીમાં ચાર દિવસમાં 100 કરોડની કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં પણ પ્રવેશ કરી લીધો છે. આ રીતે, અહાન પાંડે બોલિવૂડના મોટા સુપરસ્ટાર્સની બરાબરી પર આવી ગયો છે. સક્કાનિલ્કના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં આ રેકોર્ડ 11 બોલિવૂડ ફિલ્મોના નામે નોંધાયેલો હતો. હવે ‘સૈયારા’ 12મી ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધીમાં આ યાદીમાં વોર, ભારત, ફાઇટર, પીકે, પદ્માવત, કલ્કી 2898 એડી, ગોલમાલ અગેન, ક્રિશ 3, રઈસ, હાઉસફુલ 5નો સમાવેશ થાય છે. હવે ‘સૈયારા’નું નામ પણ તેમાં જોડાઈ ગયું છે.

‘સૈયારા’ની કહાની કોરિયન ફિલ્મની કોપી? મોહિત સૂરીની ફિલ્મ પર લાગ્યો વાર્તાની ચોરીનો આરોપ

સૈયારા મુવીમાં સોશિયલ મીડિયા પર અહાન અને અનિતની કેમેસ્ટ્રીની પ્રશંસા થઈ રહી છે. ટ્રેડ નિષ્ણાતો કહે છે કે જો આ ગતિ ચાલુ રહેશે તો ‘સૈયારા’ 250-300 કરોડ સુધીની કમાણી કરી શકે છે. આ ફિલ્મ ફક્ત બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ દર્શકોના દિલ પર પણ રાજ કરી રહી છે.

Web Title: Saiyaara box office collection day 4 ahaan pandey anit padda movie entered into 100 crore club sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×