scorecardresearch
Premium

Ranveer Singh Movie : રણવીર સિંહને આ ફિલ્મોએ અપાર સફળતા અપાવી, અભિનેતા આજે કરોડોની સંપત્તિનો માલિક

Ranveer Singh Net Worth : બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણવીર સિંહ કેવી રીતે સુપરસ્ટાર બન્યો તેમજ તેના વિશેની અજાણી વાતો આ અહેવાલમાં વાંચો.

Ranveer Singh Photo News
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ફાઇલ તસીવર

Ranveer Singh Movie : બોલિવૂડના પ્રસિદ્ધ એક્ટર રણવીર સિંહ પોતાની અતરંગી ફેશન સ્ટાઇલ અને દમદાર એક્ટિંગથી ચર્ચામાં છે. હાલમાં રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઇને સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળી રહી છે. તાજેતરમાં જ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલર પણ રિલીઝ કરી દેવાયું છે. રણવીર સિંહ આજે 6 જૂનના રોજ પોતાનો 38મો બર્થડે ઉજવી રહ્યો છે. આ પ્રસંગ નિમિત્તે તેની એવી બેસ્ટ ફિલ્મો વિશે વાત કરવી છે જેને રણવીર સિંહને અપાર સફળતા અપાવી ટોચે બેસાડ્યો છે.

રણવીર સિંહનો અભિનયની દુનિયામાં પ્રવેશ

રણવીર સિંહનો જન્મ 6 જૂલાઇ 1985ના રોજ મુંબઇ ખાતે થયો હતો. રણવીર સિંહે વર્ષ 2010થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જો કે, તે બાણપથી જ ફિલ્મોનું શૂટિંગ જોતો આવ્યો છે. રણવીર સિંહે વર્ષ 2010માં મનીષ શર્માની ફિલ્મ બેન્ડ બાજા બારાતથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા પણ હતી. ત્યારે આ ફિલ્મ સુપરહિટ ગઇ હતી. જે બાદ અભિનેતાને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.

રણવીર સિંહ આ ફિલ્મથી સુપરસ્ટાર બન્યો

રણવીર સિંહને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા-રામ લીલા’ની ઓફર મળી. આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં રણવીર સિંહે એક ઉત્તમ ગુજરાતી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થતાં જ રણવીર-દીપિકાની જોડી છવાઇ ગઇ હતી. સાથે જ રણવીર સિંહની કિસ્મત પણ ચમકી ગઇ અને તે સુપરસ્ટાર બની ગયો. આપને જણાવી દઇએ કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની પ્રેમગાથા આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થઇ હતી.

https://www.instagram.com/p/CcAsQx-sDFe/

વર્ષ 2018માં આવેલી સંજય લીલા ભણસાલીની બીજી ફિલ્મ ‘પદ્માવત’માં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજીનું પાત્ર નિભાવ્યું હતું. ઘણા લોકો તેના આ પાત્રથી ડરી ગયા હતા. જો કે તેણે આ પાત્ર ખૂબ જ શાનદાર રીતે ભજવ્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

રણવીર સિંહ નવા અંદાજમાં

આ પછી વર્ષ 2018માં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા જેમાં રણવીર સિંહે પહેલીવાર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને બોક્સ ઓફિસ પર પણ બમ્પર કમાણી કરી હતી.

વર્ષ 2021માં આવેલી કબીર ખાનની ફિલ્મ 83માં રણવીર સિંહે તેમની બાયોગ્રાફી પર કપિલ દેવનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી અને તેમાં રણવીરના અભિનયના ખૂબ વખાણ થયા હતા.

રણવીર સિંહની નેટવર્થ

હવે રણવીર સિંહની નેટવર્થની વાત કરીએ તો તેઓ કુલ 44 મિલિયન એટલે કે લગભગ 334 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકી ધરાવે છે. થોડા સમય પહેલા જ રણવીર સિંહે મુંબઇમાં 5BHKનું ઘર ખરીધ્યું હતું. જેની કિંમત 22 કરોડ રૂપિયા છે. રણવીર સિંહના કાર કલેકશનની વાત કરીએ તો તેની પાસે 1.8 કરોડની મર્સિડિઝ મેબૈક, 3 કરોડની લેમ્બોર્ગિની ઉરૂસ અને 3.2 કરોડની એસ્ટર્ન માર્ટિન વગેરે સામેલ છે.

રણવીર સિંહ એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ

મળતી માહિતી અનુસાર, રણવીર સિંહ એક ફિલ્મ માટે લગભગ 20 કરોડ રૂપિયા ફી લે છે. રણવીર સિંહે તેની અપકમિંગ મુવી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે 25 કરોડ રૂપિયા ફી લીધી છે. રણવીર સિંહની આ ફિલ્મ 28 જૂલાઇના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : Bollywood Celebrity News : દીપિકા પાદુકોણથી લઇને કિયારા અડવાણી સહિત બોલિવૂડની આ હસ્તીઓએ લાખોનો વેડિંગ લહેંગો પહેર્યો હતો, કિંમત જાણીને હોશ ઉડી જ

વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ બૈજૂ બાવરામાં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ સિવાય એક્ટર શક્તિમાન, ફિલ્મ અન્નિયનની હિંદી રિમેકમાં પણ જોવા મળશે.

Web Title: Ranveer singh birthday new movie net worth instagram

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×