scorecardresearch
Premium

રકુલ પ્રીત સિંહ હેલ્થ સિક્રેટ શું છે? જાણો વિશ્વ આરોગ્ય દિવસ પર પોસ્ટ શેયર કરી શું કહ્યું?

Rakul Preet Singh Health Secret: રકુલ પ્રીત સિંહ ફિટનેસને લઇને સજાગ છે. વિશ્વ આરોગ્ય દિવસ પર તેણીએ સુખી જીવનશૈલી માટે ટિપ્સ શેર કરી છે. રકુલના મતે જીવનમાં ખુશ રહેવાની ચાવી આપણા હાથમાં છે. અહીં વાંચો રકુલ પ્રીત સિંહનું હેલ્થ સિક્રેટ શું છે?

rakul preet singh, Rakul Preet Singh Health Secret
Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ ફિટનેસને લઇને સજાગ છે (તસવીર – રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ)

Rakul Preet Singh Health Secret: રકુલ પ્રીત સિંહ ફિટનેસને લઇને સજાગ છે. વિશ્વ આરોગ્ય દિવસ પર તેણીએ સુખી જીવનશૈલી માટે ટિપ્સ શેર કરી છે. રકુલના મતે જીવનમાં ખુશ રહેવાની ચાવી આપણા હાથમાં છે. અહીં વાંચો રકુલ પ્રીત સિંહનું હેલ્થ સિક્રેટ શું છે.

રકુલ પ્રીત સિંહની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શાથે કેપ્શનમાં લખ્યું છે કે આજે વર્લ્ડ હેલ્થ ડે છે અને અહીં કેટલીક સરળ બાબતો છે જેને તમે તમારા રોજિંદા જીવનમાં સામેલ કરી શકો છો. રકુલે આગળ લખ્યું કે પૌષ્ટિક અને સચેત ખોરાકથી તમારી ઉર્જા વધારો. પુસ્તકો વાંચો અને તમારા મનનો વિસ્તાર કરો, શાંતિ મેળવો.

તમે પોતાને કેવી રીતે ખુશ રાખી શકો છો?

રકુલે આ પોસ્ટ પર આગળ લખ્યું કે જ્યારે તમે કુદરત સાથે જોડાઓ, આ એક એવી લાગણી છે જે સમજાવી શકાતી નથી. તમારી પસંદગીની કોઈપણ રમત પસંદ કરો, મારી ગોલ્ફ છે. પોતાને શાંત કરવા માટે ધ્યાન કરો અને મન, શરીર, આત્માનું સંતુલન મેળવો. દિવસમાં ફક્ત 5 મિનિટ એક મોટો ફેરફાર લાવશે. જ્યારે પણ તમને મન થાય ત્યારે હસો કારણ કે સ્મિત તમારા સ્વસ્થ રહેવા માટે શ્રેષ્ઠ દવા છે.

આ પણ વાંચો – ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ? જાણો

રકુલ પ્રીત સિંહ ની ગણતરી એવા સેલિબ્રિટીઓમાં થાય છે જે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છે. તે સ્થૂળતાની સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન સાથે પણ સંકળાયેલી છે.

Web Title: Rakul preet singh health secret share on world health day ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×