scorecardresearch
Premium

Rakul Preet Singh | રકુલ પ્રીત સિંહ। શૂટિંગ બાદ અચાનક પ્રભાસની ફિલ્મમાં રિપ્લેસ કરવામાં આવી, રકુલ પ્રીત સિંહનો ખુલાસો

Rakul Preet Singh | રકૂલ પ્રીત સિંહ અને કાજલ અગ્રવાલ તાજેતરમાં જ કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન 2 માં જોવા મળી હતી. રકૂલ પ્રીત સિંહના આગામી મુવી વિશે વાત કરીએ તો અભિનેત્રી હવે દે દે પ્યાર દે 2 મુવીમાં જોવા મળશે.

Rakul Preet Singh
Rakul Preet Singh | રકુલ પ્રીત સિંહ । શૂટિંગ બાદ અચાનક પ્રભાસની ફિલ્મમાં રિપ્લેસ કરવામાં આવી, રકુલ પ્રીત સિંહનો ખુલાસો

Rakul Preet Singh | રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે અને તે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કરે છે. રકુલે પોતાના કરિયરની શરૂઆત કન્નડ અને તેલુગુ ફિલ્મોથી કરી હતી. તેણે યારિયાં સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ તાજેતરમાં જ મુંબઈમાં તેના પ્રારંભિક સંઘર્ષ વિશે ખુલાસો કર્યો હતો. આ દરમિયાન, તેણે એ પણ યાદ કર્યું કે એક ફિલ્મનું ચાર દિવસ સુધી શૂટિંગ કર્યા પછી તેને અચાનક પ્રભાસની ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી.

રકુલ પ્રીત સિંહ પ્રભાસની ફિલ્મમાંથી રિપ્લેસ કરવામાં આવી

ફિલ્મફેર સાથે વાત કરતાં રકુલે કહ્યું, “મને લાગતું હતું કે મને રોલ ન મળે તો વાંધો નથી, મારા માટે કંઈક બીજું છે. હું તે સમયે કાંદિવલીમાં રહેતી હતી. હું અભિનેતા\મૉડલ સર્કિટ થી દૂર હતી. હું ખંતપૂર્વક જતી અને મારુ કામ કરતી હતી જેના માટે મેં ચાર દિવસ સુધી શૂટિંગ કર્યું હતું અને પછી મને રિપ્લેસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘મારું આખું નામ રામ છે…’, રઝા મુરાદે ભગવાન રામ સાથેના તેમના વિશેષ સંબંધ વિશે કરી વાત

તે કહે છે, ‘તે મારા સારા માટે હતું. તે સમયે, હું નવી હતી અને કોલેજના બીજા વર્ષમાં હતી. હું મારી પરીક્ષા માટે સેટ પર અભ્યાસ કરતી હતી. ફિલ્મનું નામ હતું મિસ્ટર પરફેક્ટ. ત્યારબાદ હું દિલ્હી ગઈ હતી, ત્યારે મને ખબર પડી કે કાજલ અગ્રવાલને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી અને તે ઘણી વખત એક બિઝનેસ નિર્ણય હોઈ શકે છે અને એકટ્રેસને રિપ્લેસ કરવામાં આવતી હોય છે.’

આ પણ વાંચો: આલિયા ભટ્ટ અભિનીત જીગરા અને વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડિયો ફિલ્મ વચ્ચે ટક્કર

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાજલ અગ્રવાલ અને રકૂલ પ્રીત સિંહ તાજેતરમાં જ કમલ હસનની ફિલ્મ ઈન્ડિયન 2 માં જોવા મળી હતી. રકૂલ પ્રીત સિંહના આગામી મુવી વિશે વાત કરીએ તો અભિનેત્રી હવે દે દે પ્યાર દે 2 મુવીમાં જોવા મળશે.

Web Title: Rakul preet singh being replaced in prabhas movie news sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×