કોમેડીના બાદશાહ રાજુ શ્રીવાસ્તવનું (Raju srivatav) જીંદગી અને મોત વચ્ચે 40 દિવસ ઝઝૂમ્યા બાદ આખરે નિધન થયું છે. આ સાથે જ ભારતે વધુ એક મહાન કલાકારને ગુમાવ્યા. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્ક આઉટ કરતા સમયે હાર્ટ અટેક આવતા દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજુ શ્રીવાસ્તવ એક એવા કલાકાર હતા કે જેમણે લોકોને હસતા શીખ્વ્યું અને તેનું મૂલ્ય પણ સમજાવ્યું હતું. ત્યારે આવો એક નજર કરીએ તેના જીવનની સફર પર અને જાણીએ કે તેઓએ કેવી રીતે અને કેટલા સંઘર્ષ બાદ લોકોના દિલોમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્ટેન્ડ અપ કોમેડીને (Stand up commedy) લોકપ્રિય સંસ્કૃતિમાં પ્રાઘાન્ય મળે તે પહેલાં કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની (Amitabh bachchan) મિમિક્રી કરીને તેના નામનો ડંકો વગાડી દીધો હતો. રાજૂ શ્રીવાસ્તવને ‘ગજોધર’ તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.
કોમેડી બાદશાહનો સંઘર્ષ
રાજુ શ્રીવાસ્તવ જેમ જેમ સ્ટેન્ડ અપ કોમેડીની લોકપ્રિયતાનો વ્યાપ વધતો ગયો તેમ તેમ પ્રેક્ષકોના મનોરંજન માટે કંઇકને કંઇક નવુ પ્રદાન કરતા રહેતા હતા. તેમણે રાજકારણીઓ અને અન્ય સેલિબ્રિટીઓ વિશેની વાતોનો સમાવેશ કરવા માટે નિરીક્ષણાત્મક કોમેડીના તેમના ભંડારને વિસ્તૃત કર્યો. ત્યારબાદ તેઓએ એક પ્રસિદ્ધી હાંસલ કરી હતી. કિંગ ઓફ કોમેડીયને ભારતના ટોચના હાસ્ય કલાકારોમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાજુ શ્રીવાસ્તવના જીવન વિશે
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. તે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતાં. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું. રમેશચંદ્ર શ્રીવાસ્તવ ‘બલાઇ કાકા’ તરીકે ઓળખ ધરાવતા હતાં. રાજુ શ્રીવાસ્તવના પિતા ફેમસ કવિ હતાં. તમે જાણો છો કે રાજુ શ્રીવાસ્તવનું સાચુ નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું. રાજુ શ્રીવાસ્તવ પર બાળપણથી જ સિનેમાનો મોટો પ્રભાવ હતો. જેને પગલે તેઓ માયાનગરી મુંબઇ વર્ષ 1982માં આવ્યાં હતાં. રાજુ શ્રીવાસત્વે બોલિવૂડમાં અનિલ કપૂરની ફિલ્મ ‘તેજાબ’થી પ્રવેશ કર્યો હતો. ત્યાબાદ તેમણે બ્લોકબસ્ટર મૂવી ‘શોલે’માં અભિનય કરવાની તક મળી હતી. તેમજ રાજુ શ્રીવાસ્તવ હિટ ફિલ્મ દીવાર (1975) અને લાવારિસના (1981) બિગ બીના ડાઇલોગ્સ અને ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતાં.
રાજુ શ્રીવાસ્તવને કંઇ રીતે મળ્યું ‘ધ કિંગ ઓફ કોમેડીનું બિરુદ’
રાજુ શ્રીવાસ્તવે રાજ્યસભાના 2012ના ઇન્ટરવ્યૂમાં તેના પ્રથમ પગાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેં દીવારના ફેમસ ડાઇલોગ્સના માધ્યમથી લોકોનું મનોરંજન કરી 50 રૂપિયાની કમાણી કરી હતી. આ ઉપરાંત તેમણે જૂની યાદો તાજા કરતા જણાવ્યું હતું કે, ‘તેઓ મુંબઇ આવ્યા પહેલાં નિયમિત કાનપુરમાં શોમાં પરફોર્મ કરતો હતો. રાજુ શ્રીવાસ્તવને ફિલ્મોમાં અભિનય કરવાથી એટલી પ્રસિદ્ધી ન મળી જેટલી કોમેડી શો ‘ઘ ગ્રેટ ઇન્ડિયન લાફટર શો’થી મળી. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ-ચેમ્પિયન્સ’શો જીત્યા બાદ તેને ‘ધ કિંગ ઓફ કોમેડી’નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ હંમેશા અમિતાભ બચ્ચનની નકલ કરતા હતા અને ‘ગજોધર ભૈયા’ બનીને બધાને હસાવતા હતા અને આ કારણે તેઓ ઘરે-ઘરે લોકપ્રિય થયા હતા.
રાજુ શ્રીવાસ્તવની રાજકારણી સફર
માર્ચ 2014માં સમાજવાદી પાર્ટીએ કાનપુરમાંથી શ્રીવાસ્તવને લોકસભાના ઉમેદવાર તરીકે ઉતાર્યા ત્યારે શ્રીવાસ્તવે એક રાજકારણી તરીકેનો ડંકો વગાડ્યો હતો. પરંતુ તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન ન મળતા ટિકીટ પરત આપી દીધી હતી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જે અંતર્ગત તેઓ સરકારી અભિયાનોનો હિસ્સો બન્યા હતા. 2019માં તેમને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા.
સફળ કોમેડીયન બનાવવાની ચાવી
ધ ઈન્ડિયન એક્સપ્રેસ ઈન્ટરવ્યુમાં રાજુ શ્રીવાસ્તવે સફળ કોમેડિયન બનવાની પોતાની ફોર્મ્યુલા શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકો સાથે જોડાવું અત્યંત મહત્વપૂર્ણ છે તેમજ કોમેડી એ મૂર્ખ જોક્સનું વર્ણન નથી. તે કોઇની લાગણીઓને ઠેસ ન પહોંચે એ રીતે લોકોના જીવનને સરળ બનાવવાનું માધ્યમ છે.