scorecardresearch
Premium

રાજકુમાર હિરાણીએ ‘સ્ક્રિન’ લોન્ચ દરમિયાન મુન્નાભાઈ-3 ને લઈ આપ્યા સંકેત

ગ્દર્શક રાજકુમાર હિરાનીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મુન્નાભાઈ 3ની ઘણી અર્ધ-લિખિત સ્ક્રિપ્ટો તેમની પાસે છે. હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે.

Rajkumar Hirani, Vijay Varma, screen magazine,
સ્ક્રીન લોન્ચ ઈવેન્ટમાં દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ પોતાની જૂની યાદો તાજા કરી હતી. (Indian Express)

Rajkumar Hirani shares his early memories of SCREEN: ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’નું સ્ક્રીન મેગેઝિન 11 વર્ષ પછી પરત ફર્યું છે. એક્સપ્રેસના લોકપ્રિય મેગેઝિન SCREEN 2.0 નું ડિજિટલી લોન્ચ ‘સ્ત્રી 2’ની અભિનેત્રી શ્રદ્ધા કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજર રહી હતી. જેનો પ્રથમ ડિજિટલ કવરનો ભાગ શ્રદ્ધા કપુર પોતે બની છે. જે બાદ સ્ક્રીન લોન્ચ લાઇવ અપડેટ્સમાં બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી અને અભિનેકા વિજય વર્મા હાજર રહ્યા હતા. આ દરમિયાન દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ પોતાની જૂની યાદો તાજા કરતા બોલિવૂડમાં થયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા.

દિગ્દર્શક રાજકુમાર હિરાણી અને પ્રતિભાશાળી અભિનેતા વિજય વર્માએ સ્ક્રિન 2.0ના લોન્ચ સમારોહમાં સ્ટેજ પર આવીને વરિષ્ઠ કટારલેખક શુભ્રા ગુપ્તા સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન રાજકુમાર હિરાણીએ સ્ક્રીન વિશેની તેમની શરૂઆતની યાદો શેર કરતા જણાવ્યું હતું કે, તેમનો પરિવાર ક્યારેય ફિલ્મ મેગેઝિન પર ચર્ચા કરતો ન હતો, પરંતુ ‘સ્ક્રીન’ને મંજૂરી આપવામાં આવી હતી કારણ કે તે અખબારના ફોર્મેટમાં આવે છે.

આ પણ વાંચો: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને સ્ક્રીનના ડિજિટલ લોંચ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી

રાજકુમાર હિરાણી મુન્નાભાઈ 3 પર આપ્યો જવાબ

દિગ્દર્શક રાજકુમાર હિરાનીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મુન્નાભાઈ 3ની ઘણી અર્ધ-લિખિત સ્ક્રિપ્ટો તેમની પાસે છે. હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે. આમ સ્ક્રિન લોન્ચના ઈવેન્ટમા રાજકુમાર હિરાણીએ મુન્નાભાઈ-3 ને લઈ સાફ સંકેત આપ્યા હતા કે તેના પર કામ ચાલી રહ્યું છે. ત્યાં જ મુન્નાભાઈ ફિલ્મ શ્રીણીની વાત કરતા હિરાણીએ જણાવ્યું કે, જ્યારે હું લગે રહો મુન્નાભાઈ ફિલ્મ બનાવવા ઈચ્છતો હતો ત્યારે મેં મારા મિત્રોને આ ફિલ્મમાં સંજય દત્તને લેવાની ઇચ્છા જાહેર કરી હતી ત્યારે મને ઈન્ડસ્ટ્રીમાંથી કેટલાક લોકોએ કહ્યું હતું કે, તમારી ફિલ્મની ભૂમિકામાં તે યોગ્ય નહીં રહે કારણ કે સંજય દત્ત એક્શન હીરો છે. જોકે મેં તેમની આ વિશે સ્ક્રિનની વાત કરતા જ તેણે ફિલ્મ માટે હામી ભરી દીધી હતી.

સિનેમાને જજ કરવું દુ:ખદ

વધુમં રાજકુમાર હિરાણી સારી ફિલ્મ વિશે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે, “ફિલ્મનો સ્કેલ એ નથી જે ખરેખર કામ કરે છે, પરંતુ દર્શકોને ખેંચવા માટે ફિલ્મ સારી હોવી જોઈએ.” જોકે આ દરમિયાન રાજકુમાર હિરાણીએ બૉક્સ ઑફિસના આંકડા વાસ્તવિક છે કે નહીં તે અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. દિગ્દર્શકે કહ્યું, “સિનેમાને જજ કરવાની આ એક દુ:ખદ રીત છે. તે એક સહયોગી કાર્ય છે જ્યાં આપણે કંઈક બનાવવા માટે ઘણા વર્ષો કામ કરીએ છીએ અને જો તેને પૈસા દ્વારા નક્કી કરવામાં આવે તો તે દુઃખદ બાબત છે.” તેમણે ઉમેર્યું, “તે અમને અસર કરે છે.”

Web Title: Rajkumar hirani shares his early memories of screen launch rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×