scorecardresearch
Premium

Pushpa 2 the Rule | પુષ્પા 2 રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કરી રહી છે કમાલ ! જાણો અલ્લુ અર્જુન રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ રીવ્યુ

Pushpa 2 the Rule | પુષ્પા 2 વર્ષ 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની ધ રાઇઝ ની સિક્વલ છે. ચાહકોને પુષ્પા રાજના જીવનમાં આનંદદાયક સફર પર લઈ જવાનું વચન આપે છે, જે એક કૂલી છે જે લાલ ચંદનના દાણચોરીના વેપાર પર પ્રભુત્વ જમાવે છે.

Pushpa 2 the Rule Box Office Collection day 1
પુષ્પા 2 રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કરી રહી છે કમાલ ! જાણો અલ્લુ અર્જુન રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ રીવ્યુ

Pushpa 2 the Rule | અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અભિનીત પુષ્પા 2 (Pushpa 2) ધ રૂલ આજે 5 ડિસેમ્બર, ગુરુવારના રોજ આજે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે આજ રિલીઝ થઇ ગઈ છે જે વર્ષ 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા: ધ રાઇઝ ની સિક્વલ છે.

વર્ષ 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સિક્વલ: ધ રાઇઝ ચાહકોને પુષ્પા રાજના જીવનમાં આનંદદાયક સફર પર લઈ જવાનું વચન આપે છે, જે એક કૂલી છે જે લાલ ચંદનના દાણચોરીના વેપાર પર પ્રભુત્વ જમાવે છે. અલ્લુ અર્જુનએ આ ખાસ પુષ્પા રાજની ભૂમિકા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો, તે અજોડ તીવ્રતા સાથે સ્ક્રીન પર પાછો કર્યો છે. રશ્મિકા મંદાના પુષ્પાની પત્ની શ્રીવલ્લી તરીકેની ભૂમિકામાં ફરી જોવા મળી છે.

આ પણ વાંચો: રાજ કપૂરની 100મી જન્મજ્યંતિ, અભિનેતાની ફિલ્મ થિયેટરમાં જોઈ શકાશે, ટિકિટ કિંમત માત્ર ₹ 100

નિર્માતાઓએ એક પ્રમોશન અભ્યાનનું આયોજન કર્યું છે , જે ખાતરી કરે છે કે ફિલ્મની પ્રસિદ્ધિ દેશના ખૂણે ખૂણે અને તેની બહાર પહોંચે. પટનામાં ટ્રેલરનું લોન્ચિંગ કરવાથી લઈને મુંબઈ, હૈદરાબાદ, કોચી અને ચેન્નાઈમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવા સુધી, દરેકનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે. પ્રમોશનલ બ્લિટ્ઝે માત્ર અલ્લુ અર્જુનની સ્ટાર પાવરને જ હાઇલાઇટ કરી નથી પરંતુ મુંબઈ ઇવેન્ટમાં ચાહકોને હિન્દીમાં સંબોધિત કરવા સહિત પ્રેક્ષકો સાથે જોડાવા માટે રશ્મિકાના પ્રયત્નોને પણ દર્શાવ્યા છે.

પુષ્પા 2 અંદાજિત બોક્સ ઓફિસ કલેક્શન (Pushpa 2 Estimated Box Office Collection)

પુષ્પા 2 માટે બોક્સ ઓફિસ પર ચોંકાવનારી આગાહીઓ કરવામાં આવી છે. Sacnilk અનુસાર પુષ્પા 2 એ ભારતમાં એડવાન્સ બુકિંગમાં 2,51,9266 ટિકિટો વેચીને ₹ 73 કરોડની કમાણી કરી છે, જે બાહુબલી 2 જવાન અને RRR જેવી બ્લોકબસ્ટરની એડવાન્સ બુકિંગને પાછળ છોડી દીધી છે. ઉત્તર અમેરિકામાં પ્રી-સેલ્સ $2.5 મિલિયનને વટાવી ગયું છે, જે વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રતિસાદનો સંકેત આપે છે. ઇન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રોએ વિક્રમજનક શરૂઆતના વિકેન્ડની આગાહી કરી છે, જેમાં માત્ર ભારતમાં જ ₹ 150 કરોડને પાર થવાની ધારણા છે.પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1નો પ્રારંભિક રિપોર્ટ જણાવે છે કે અલ્લુ અર્જુન-સ્ટારર પુષ્પા 2 પ્રારંભિક અંદાજ મુજબ વૈશ્વિક ₹ 250-300 કરોડની કમાણી કરશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: નાગા ચૈતન્ય શોભિતા ધૂલીપાલા લગ્નના બંધનમાં બંધાયા, નાગાર્જુનએ અદભુત ફોટા કર્યા શેર

પુષ્પા 2 માં ફહદ ફાસિલ, રાવ રમેશ, અનસૂયા ભારદ્વાજ, સુનીલ અને અન્યો સહિત પુષ્પા 1 માં મુખ્ય ભૂમિકાઓ ભજવનાર કલાકારો છે જે આ પુષ્પા 2 માં પણ જોવા મળે છે.

પુષ્પા 2 રીવ્યુ (Pushpa 2 Reviews)

SCREEN ના આનંદુ સુરેશે પુષ્પા 2 ને 2.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. “અલ્લુ અર્જુન, ફહદ ફાસિલ ફિલ્મ પર્ફોર્મન્સ દમદાર છે. આખી ફિલ્મ દરમિયાન, અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ સતત એકબીજાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, ક્વોલિટીમાં કોઈ ઘટાડો કર્યા વિના ઉત્કૃષ્ટ પ્રદર્શન આપે છે.

પુષ્પા 2 પેન ઇન્ડિયાની અન્ય ફિલ્મો કરતાં વધુ સારી છે , આ ફિલ્મ થોડી લાંબી છે. ફિલ્મમાં જાપાની બંદરમાં લડાઈ, પુષ્પાએ આકસ્મિક રીતે દુબઈમાં હેલિકોપ્ટર ખરીદ્યું અને તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને શ્રીલંકામાં જાય છે તેવું ઇન્ટરનેશનલ લેવલ માટે પણ પ્રયત્ન કર્યા છે. પુષ્પાનું સૌથી આકર્ષક પાસું એ હતું કે પાત્ર રિલેટેબલ હતું. પુષ્પા રોકી ભાઈ, સાલાર કે બાહુબલી જેવી અતિમાનવીય વ્યક્તિ નહોતી. તેના બદલે તે ગ્રાઉન્ડેડ હતો ભૂલો અને ઊંડાણ સાથે એક સ્તરીય, બહુપક્ષીય પાત્ર દેખાડવામાં આવ્યું છે.

સ્ટોરી શરૂઆતમાં પુષ્પા અને SP ભંવર સિંહ શેખાવત IPS (ફહદ ફાસિલ) વચ્ચે ટાઇટન્સની રસપ્રદ અથડામણ કરે છે. પુરૂષ અહંકાર ફિલ્મમાં ફરી એકવાર અસરકારક રીતે ચિત્રિત કરવામાં આવ્યો છે, મોટાભાગે અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ વચ્ચેનું જોરદાર પ્રદર્શન અને કેમેસ્ટ્રીને ગજબ છે.

જો કે પુષ્પા અને તેની હાલની પત્ની શ્રીવલ્લી (રશ્મિકા મંદન્ના) વચ્ચેના સંબંધ અજીબ બતાવ્યો છે. જ્યારે આ ફિલ્મ એક મહિલાને પરંપરાગત ધોરણોથી દૂર રહીને ખુલ્લેઆમ પોતાની જાતીય ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે શ્રેયને પાત્ર છે તે સાથે જ શ્રીવલ્લીને અતિશય ઈચ્છાઓ દ્વારા ફિલ્મને થોડી નબળી પાડે છે.

વધુ પડતો રનટાઈમ એ પુષ્પા 2 ની બીજી મોટી ખામી છે. 200 મિનિટથી વધુ સમયે, સ્ટોરી થોડી લાંબી લાગે છે, ઈન્ટરવલ બ્લોક જેવી ક્ષણો, પોલીસનું ચંદન નદીમાં પીછો કરે છે અને પુષ્પા અને શેખાવત વચ્ચેનો મૌન હાવભાવ પ્રભાવશાળી હોય છે, ત્યારે આવા કિસ્સાઓ બહુ ઓછા છે, વધુ નિરાશાજનક બનાવે છે તે એ છે કે ફિલ્મ બીજી સિક્વલની જાહેરાત સાથે સમાપ્ત થાય છે, જેનાથી કોઈને પ્રશ્ન થાય છે કે આ હપ્તો શા માટે આટલો લાંબો કરવાની જરૂર છે.

આખી ફિલ્મ દરમિયાન અલ્લુ અર્જુન અને ફહાદ ફૈસીલ સતત એકબીજાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, ગુણવત્તામાં કોઈ ઘટાડો કર્યા વિના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. મિરોસ્લાવ કુબા બ્રોઝેકની સિનેમેટોગ્રાફી સાથે ચંદ્રબોઝના ગીતો દ્વારા વિસ્તૃત થયેલ દેવી શ્રી પ્રસાદનો બેકગ્રાઉન્ડ સ્કોર અને OST, નિઃશંકપણે મૂવીની સૌથી મોટો ટેકનિકલ પાવર છે. અન્ય સ્ટાર્સના નાનકડા દેખાવ પર આધાર રાખ્યા વિના આવી મહાકાવ્ય ફિલ્મ બનાવવાની સુકુમારની નોંધપાત્ર કુશળતા માન્યતાને પાત્ર છે. જો કે તે વધુ ઈમ્પ્રેસીવ બની શકી હોત !

Web Title: Pushpa 2 the rule review estimated box office collection day 1 sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×