Pushpa 2 Rashmika Mandanna First Look : પુષ્પાની શ્રીવલ્લી અને સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના આજે 5 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ વચ્ચે ચાહકોને એક ભેટ આપવામાં આવી છે. પુષ્પા 2: ધ રૂલ’ની નિર્માતાઓએ રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. શ્રીવલ્લીનો નવો અવતાર પુષ્પાના લૂકને પણ ફિક્કો કરી દે તેવો છે.

રશ્મિકા મંદાનાએ લીલા રંગની સાડી પહેરી છે, આ સાથે માંથામાં સિંદૂર અને હાથમાં લીલી-લાલ બંગડીઓથી સજ્જ એકદમ ન્યૂ દુલ્હન લાગી રહી છે. અભિનેત્રી રશ્મિકા મંદાના તેના ગળામાં હાર, નાકમાં વીંટી અને મંગળસૂત્ર સાથેનો નેકલેસ પહેરીને ખૂબ જ જબરદસ્ત દેખાઈ રહી છે. અભિનેત્રીએ લાલ બિંદી, આંખોમાં કાજલ, લિપસ્ટિક અને બાંધેલા વાળ સાથેનો આ લૂક ખરેખર શાનદાર છે.
પુષ્પા ટીઝરની વાત કરીએ તો નિર્માતાઓએ જાહેરાત કરી છે કે તે 8 એપ્રિલ અલ્લુ અર્જુનના બર્થડે પર રિલીઝ થશે. ફિલ્મ પુષ્પા 2 નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ઓટીટી પ્લેટફોર્મે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. ‘પુષ્પા 2’ પણ હવે વર્લ્ડ બોક્સ ઓફિસ પર કરોડોની બમ્પર કમાણી કરવા માટે તૈયાર છે.