Pushpa 2 The Rule | પુષ્પા 2 રિલીઝ ડેટ આવી ગઇ છે. 5 ડિસેમ્બર ગુરુવારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અભિનીત ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ (Pushpa 2 The Rule) હિન્દી વર્ઝન સેન્સર પ્રક્રિયામાંથી પસાર થઇ ગયું છે. સેન્સર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ કેટલાક ફેરફારોને આધીન, 3 ડિસેમ્બરે ફિલ્મને મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મનો પહેલો ભાગ ‘પુષ્પાઃ ધ રાઇઝ – પાર્ટ 1’ (2021)માં રિલીઝ થયો હતો. તે એક મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે 267 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. અલ્લુ અર્જુનને આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
પુષ્પા 2 ધ રૂલ ડાયલોગ બદલાવ (Pushpa 2 The Rule Dialogue Changes)
ફિલ્મમાં કરવામાં આવેલા મોટા ફેરફારોમાં ‘રામાવતાર’ શબ્દને ‘ભગવાન’ સાથે બદલવામાં આવ્યો છે. હિન્દીમાં એક ડાયલોગ બદલવામાં આવ્યો છે. આ સિવાય કેટલાક વાંધાજનક શબ્દોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કપાયેલો પગ ઉડતો દર્શાવતું દ્રશ્ય હટાવામાંકરવામાં આવ્યું છે. આ દ્રશ્ય પહેલાથી જ તેલુગુ વર્ઝનમાંથી એડિટ કરવામાં આવ્યું હતું. સેન્સર બોર્ડે ધૂમ્રપાનના દ્રશ્યોમાં ધૂમ્રપાન સંબંધિત ચેતવણીઓ ઉમેરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: શાલિની પાંડેની સરખામણી આલિયા ભટ્ટ સાથે, શાલિનીએ આપ્યો આવો પ્રતિભાવ
‘પુષ્પા 2: ધ રૂલ’ના તેલુગુ વર્ઝનને 28 નવેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ત્રણ જગ્યાએ વાંધાજનક શબ્દ દૂર કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ સિવાય ‘ડેંગુડ્ડી’ અને ‘વેંકટેશ્વર’ જેવા શબ્દો પણ હટાવી દેવામાં આવ્યા હતા. ફિલ્મના હીરોનો કપાયેલો હાથ પકડાયેલો સીન પણ એડિટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શાહરુખ ખાનની આ વ્હિસ્કી બ્રાન્ડ દુનિયામાં બેસ્ટ બની, જાણો શું છે નામ અને કિંમત
pushpa 2 release date : પુષ્પા 2 રિલીઝ ડેટ
હિન્દી અને તેલુગુ બંને વર્ઝનને U/A પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. ફિલ્મનો કુલ સમયગાળો 200.38 મિનિટનો છે. પુષ્પા 2 ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું છે. તેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.