scorecardresearch
Premium

Pushpa 2 First Single Promo : પુષ્પા 2 પ્રથમ સોન્ગ પુષ્પા પુષ્પા પ્રોમો રિલીઝ, અલ્લુ અર્જુનનો દમદાર સ્વેગ

Pushpa 2 First Song Promo : મેકર્સ પુષ્પા 2 મુવીનું પુષ્પા પુષ્પા સોન્ગ રિલીઝ કરવાની તૈયારીમાં છે. જે પૂર્વે સોન્ગની એક નાની ઝલકનો પ્રોમો રિલીઝ કરાયો છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અપકમિંગ મુવી પુષ્પા 2 : ધ રાઇઝ જોવા માટે લોકો આતુર છે.

Pushpa 2 First Promo | Pushpa Pushpa Promo | Pushpa 2 First Single Promo | Allu Arjun | Rashmika Mandanna
Pushpa 2 First Single Promo

Pushpa 2 Song Release : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અપકમિંગ મુવી પુષ્પા 2 : ધ રાઇઝ જોવા માટે લોકો બેબાક છે. લોકોના દિલની ધડકન તેજ કરવા માટે મેકર્સે રશ્મિકા મંદાના ફર્સ્ટ લૂક અને પુષ્પા 2 ટીઝર રિલીઝ કરી દીધું છે. હવે ધમાલ મચાવવા માટે મેકર્સ પુષ્પા 2 મુવીનું પુષ્પા પુષ્પા સોન્ગ રિલીઝ કરવાની તૈયારીમાં છે. જે પૂર્વે સોન્ગની એક નાની ઝલકનો પ્રોમો રિલીઝ કરાયો છે. પુષ્પા પુષ્પા પ્રોમો જોઇને લોકો ઉત્સાહમાં આવી ગયા છે.

Pushpa 2 Allu Arjun Look : પુષ્પા 2 અલ્લુ અર્જુન ફાઇલ તસવીર

Pushpa 2 First Single Promo Release Date

પુષ્પા પુષ્પા સોન્ગ પ્રોમોમાં અલ્લુ અર્જુનની ભૂમિકા પુષ્પા રાજને શાનદાર રીતે રજૂ કરવાનો પ્રયાય કરાયો છે. સોશિયલ મીડિયા પર નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું કે, પુષ્પા 2 ફર્સ્ટ સિંગલ પુષ્પા પુષ્પા 1 મેના રોજ 11.07 વાગે રિલીઝ થશે. પુષ્પા પુષ્પા સોન્ગ દેવી શ્રી પ્રસાદે કમ્પોઝ કર્યું છે.

Pushpa 2 Release Date

પુષ્પા 2 મુવી સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ‘પુષ્પા 2’ની કહાની જ્યાંથી ખતમ થઇ હતી ત્યાર પછીની કહાની સાથે ધમાકો કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ જે જોયા પછી 86 લોકોના થયા હતા મોત

Pushpa 2 Teaser

અહેવાલો અનુસાર, પુષ્પા 2 ધ રૂલના ડિજિટલ અધિકારો OTTના ટોચના પ્લેટફોર્મ Netflix દ્વારા 250 થી 300 કરોડ રૂપિયાની વચ્ચે ખરીદવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 ધ રૂલના ટીઝરને યુટ્યુબ પર 100 મિલિયનથી વધુ વ્યૂઝ અને 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

Web Title: Pushpa 2 first promo single from allu arjun and rashmika mandanna starrer released

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×